બાર્સેલોના સ્પૅનિશ લીગમાં પહેલી વાર હરીફના મેદાન પર જીત્યું

29 November, 2021 04:22 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

લા લીગા તરીકે ઓળખાતી સ્પૅનિશ લીગમાં બાર્સેલોનાની ટીમ આ સીઝનમાં પહેલી વાર હરીફ ટીમના મેદાન પર જીતવામાં સફળ થઈ છે.

સતત બીજી વાર ચૅમ્પિયન : મોન્ટેવિડિયોમાં શનિવારે કોપા લિબર્ટેડોરસ ફુટબૉલ ટુર્નામેન્ટની ફાઇનલમાં એક્સ્ટ્રા-ટાઇમ પછી ફ્લૅમેન્ગોના ગોલકીપરને નિષ્ફળ બનાવીને વિનિંગ ગોલ કર્યા બાદ પામિરાસનો સબસ્ટિટ્યુટ ડેવર્સન (ડાબે). આ ટીમે ત્રીજી ફ્લૅમેન્ગોને ૨-૧થી હરાવી હતી અને ચૅમ્પિયન પ્લેયરોએ ઉજવણી કરી હતી (જમણે). પામિરાસની ટીમ ત્રીજી વખત ચૅમ્પિયન બની છે. બ્રાઝિલિયનો માટે આ અત્યંત લોકપ્રિય સોકર સ્પર્ધા છે અને બે દિવસથી દેશના અનેક ભાગોમાં સેલિબ્રેશન ચાલે છે. બૅક-ટુ-બૅક ટ્રોફી જીતી હોય એવી છેલ્લાં ૨૦ વર્ષની બ્રાઝિલની આ પહેલી જ ટીમ છે. એ.એફ.પી.

લા લીગા તરીકે ઓળખાતી સ્પૅનિશ લીગમાં બાર્સેલોનાની ટીમ આ સીઝનમાં પહેલી વાર હરીફ ટીમના મેદાન પર જીતવામાં સફળ થઈ છે. શનિવારે એણે વિલારિયલને ૩-૧થી હરાવ્યું હતું. પૉઇન્ટ્સ-ટેબલમાં બાર્સેલોનાની ટીમ સાતમા નંબરે છે અને એણે અગાઉના પાંચેપાંચ વિજય હોમગ્રાઉન્ડ પર મેળવ્યા હતા. હરીફ ટીમના મેદાન પર અગાઉ એની યા તો હાર થઈ હતી અથવા મૅચ ડ્રૉ ગઈ હતી. ગઈ કાલે એણે વિલારિયલના ગ્રાઉન્ડ પર જીત હાંસલ કરી હતી. બાર્સેલોના વતી ફ્રેન્કી ડી યૉન્ગે ૪૮મી મિનિટે, મેમ્ફિસ ડીપેએ ૮૮મી મિનિટે અને છેલ્લે ફિલિપ કૉટિન્હોએ ૯૪મી મિનિટે ગોલ કર્યો હતો.
સ્પૅનિશ લીગના પૉઇન્ટ્સમાં રિયલ મૅડ્રિડ (૩૦) પહેલા નંબરે અને રિયલ સોસીડેડ (૨૯) બીજા સ્થાને છે.

ફ્રેન્ચ લીગમાં તળિયાની ટીમ જીતી
ફ્રેન્ચ લીગમાં તળિયાની મેટ્ઝ નામની ટીમે શનિવારે સીઝનની બીજા નંબરની નીસને ૧-૦થી હરાવતાં અપસેટ સર્જાયો હતો. નીસની આ સતત બીજી હાર છે.

ઇન્ટરની જીત, યુવેન્ટ્સની હાર
સેરી-એ તરીકે જાણીતી ઇટાલિયન લીગમાં શનિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને સીઝનની ત્રીજા નંબરની ટીમ ઇન્ટર મિલાને વેનેઝિયાને ૨-૦થી હરાવીને ટોચની બે ટીમો નેપોલી (૩૨ પૉઇન્ટ) અને એ. સી. મિલાન (૩૨) પર પ્રેશર જાળવી રાખ્યું હતું. ઇન્ટર મિલાનના ૩૧ પૉઇન્ટ છે.દરમ્યાન અન્ય એક મૅચમાં ચોથા નંબરની ટીમ ઍટલાન્ટાએ આઠમા ક્રમની ટીમ યુવેન્ટ્સને ૧-૦થી હરાવી હતી.

ન્યુ કૅસલ હજી જીતથી વંચિત
ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં ન્યુ કૅસલ ટીમ શનિવાર પહેલાં ૧૨ મૅચમાં જીતથી વંચિત હતી અને શનિવારે ૧૩મી મૅચમાં પણ એને વિજય નહોતો મળી શક્યો. ન્યુ કૅસલનો આર્સેનલ સામે ૦-૨થી પરાજય થયો હતો. એક ગોલ બુકેયો સાકાએ અને બીજો ગોલ તેનો સબસ્ટિટ્યુટ બનનાર ગૅબ્રિયલ માર્ટિનેલીએ કર્યો હતો.

9
આટલા પ્લેયરોના સમાવેશ સાથે પોર્ટુગલની બેલેનેસીસ ટીમ શનિવારે બેન્ફિકા સામે મૅચ રમી હતી અને ૭-૦થી જીતી હતી. બેલેનેસીસના બે પ્લેયરો કોવિડને કારણે નહોતા રમ્યા. ફુટબૉલ મૅચમાં ટીમમાં સામાન્ય રીતે ગોલકીપર સહિત કુલ ૧૧ પ્લેયર રમતા હોય છે.

Sports news football spanish football