સૌથી વધુ કમાણી કરતી ફુટબૉલ ક્લબ બની બાર્સેલોના

16 January, 2020 03:41 PM IST  |  Madrid

સૌથી વધુ કમાણી કરતી ફુટબૉલ ક્લબ બની બાર્સેલોના

મેસી

ફુટબૉલ જગતમાં સૌથી વધારે કમાણી કરતી ક્લબ તરીકે એફસી બાર્સેલોનાએ સ્થાન મેળ‍વી લીધું છે. ડેલોઇટના ફુટબૉલ મની લીગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે બાર્સેલોનાએ ૨૦૧૮-’૧૯માં ૮૪૦.૮૦ મિલ્યન યુરો એટલે કે ૬૬.૨૨ અબજ રૂપિયા (અંદાજે ૯૩૫.૯૭ મિલ્યન ડૉલર) જેટલી કમાણી કરી હતી, જે ગયા વર્ષની ૬૯૦.૪ મિલ્યન યુરોની કમાણી કરતાં બાવીસ ટકા વધારે છે. ક્લબને આ વર્ષે બ્રૉડકાસ્ટ દ્વારા ૨૯૮.૧૦ મિલ્યન યુરો (૩૪ ટકા વધારે) અને કમર્શિયલ રેવન્યુ દ્વારા ૩૮૩.૫૦ મિલ્યન યુરો (૧૯ ટકા વધારે)ની કમાણી થઈ છે. આ જંગી ઉછાળાને લીધે બાર્સેલોનાએ રિયલ મૅડ્રિડને બીજા નંબરે ખસેડ્યું છે જેની કમાણી ૭૫૭.૩૦ મિલ્યન યુરો નોંધાઈ છે. ગયા વર્ષે રિયલ મૅડ્રિડની કમાણી ૭૫૦.૯૦ મિલ્યન યુરો રહી હતી.

ટૉપ ટેન ક્લબની યાદીમાં પાંચ ઇંગ્લિશ ક્લબ સામેલ છે, જેમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ, જમર્ન ક્લબ બાયરેન મ્યુનિચ અને ફ્રાન્સનું પૅરિસ સેન્ટ-જર્મનોન અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે સમાવેશ છે.

football lionel messi sports news