બલબીર સિંહ સિનિયરને આવ્યા વધુ બે હાર્ટ-અટૅક, સ્થિતિ હજીય ગંભીર

15 May, 2020 05:28 PM IST  |  Mumbai Desk | Agencies

બલબીર સિંહ સિનિયરને આવ્યા વધુ બે હાર્ટ-અટૅક, સ્થિતિ હજીય ગંભીર

બલબીર સિંહ

ભારતીય હૉકી-જગતના દિગ્ગજ ભૂતપૂર્વ પ્લેયર બલબીર સિંહ સિનિયરને કેટલાક દિવસ પહેલાં ગંભીર હાલતને લીધે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમને બે વધુ હાર્ટ-અટૅક આવ્યા છે. ગયા શુક્રવારે તેમને ન્યુમોનિયા સાથે ફોર્ટિસ હોવાથી મોહાલીમાં દાખલ કરવામાં આવ્યા હતા. બલબીર સિંહ સિનિયરના દોહિત્ર કબીરે જણાવ્યું કે ‘મારા નાનાને ગઈ કાલે સવારે વધુ બે હાર્ટ-અટૅક આવ્યા હતા. અને ડૉક્ટરે તેમને હજી વેન્ટિલેટર પર રાખ્યા છે. તેમની સ્થિતિ હજી નાજુક અને ગંભીર છે. ડૉક્ટરો તેમને સતત તપાસી રહ્યા છે. તેમની તબિયત વિશે વધારે જાણકારી મળતાં જાણ કરીશ.’

પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે તેઓ વહેલી તકે રિકવર થાય એવી શુભેચ્છા પાઠવી છે. બલબીર સિંહ સિનિયરને ૧૯૫૭માં પદ્‍મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

sports sports news hockey