બૅડ્‍મિન્ટનના ચૅમ્પિયનો પર કૅશ પ્રાઇઝનો વરસાદ

09 March, 2024 11:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બૅડ્‍મિન્ટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ દેશ માટે બૅડ્‍મિન્ટનમાં સિદ્ધિઓ હાંસલ કરનારા ખેલાડીઓને કુલ ૧ કરોડ ૧૨ લાખ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે

પ્રતીકાત્મક તસવીર

બૅડ્‍મિન્ટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ દેશ માટે બૅડ્‍મિન્ટનમાં સિદ્ધિઓ હાંસલ કરનારા ખેલાડીઓને કુલ ૧ કરોડ ૧૨ લાખ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. એશિયન ટીમ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીતનાર મહિલા ટીમ માટે ૩૫ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર મેન્સ ટીમને ૪૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. હાંગઝોઉ એશિયાડની સુવર્ણ વિજેતા જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને ૧૨ લાખ રૂપિયા મળશે, જ્યારે બ્રૉન્ઝ મેડલ વિજેતા એચએસ પ્રણોયને પાંચ લાખ રૂપિયા મળશે. એશિયાડ અને એશિયન ટીમ ચૅમ્પિયનશિપના સપોર્ટ સ્ટાફને ૮ લાખ રૂપિયા મળશે.

badminton news sports sports news