સિંધુ જપાનની અકાનેને હરાવીને પહોંચી ગઈ ફાઇનલમાં

05 December, 2021 12:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સિંધુ ૨૦૧૮માં આ ટુર્નામેન્ટ જીતી હતી

પી. વી. સિંધુ

ભારતની વર્લ્ડ ચૅમ્પિયન બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ગઈ કાલે બાલીમાં બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સની સંઘર્ષપૂર્ણ સેમી ફાઇનલમાં જપાનની કટ્ટર હરીફ અકાને યામેગુચીને ૨૧-૧૫, ૧૫-૨૧, ૨૧-૧૯થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુ ૨૦૧૮માં આ ટુર્નામેન્ટ જીતી હતી.
બે ઑલિમ્પિક ટાઇટલ જીતી ચૂકેલી સિંધુનો અગાઉ જપાનની નંબર-થ્રી અકાને સામે ૧૨-૮નો જીત-હારનો રેશિયો હતો. સિંધુ ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી ત્યાર પછી બહુ સારા ફૉર્મમાં છે. તે અહીં બાલીમાં આવતાં પહેલાં ત્રણ સ્પર્ધાની સેમી ફાઇનલમાં પહોંચી છે.

sports sports news