Saina Nehwalને થયો કોરોના, Thailand Open 2021 પહેલા થઈ બહાર

12 January, 2021 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Saina Nehwalને થયો કોરોના, Thailand Open 2021 પહેલા થઈ બહાર

સાઈના નેહવાલ

ભારતીય બેડમિન્ટન ટીમની સ્ટાર મહિલા પ્લેયર સાઈના નેહવાલ (Saina Nehwal)ને લગતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. થાઈલેન્ડ ઓપન 2021 (Thailand Open 2021) માટે પહોંચેલી સાઈના નેહવાલ ટૂર્નામેન્ટ પહેલા જ કોરોના સંક્રમિત થઈ ગઈ છે. સાઈનાને ટૂર્નામેન્ટ પહેલા થયેલા ત્રીજા રાઉન્ડના કોવિડ-19 ટેસ્ટમાં કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. બાદ તેને ટૂર્નામેન્ટથી ખસી જવા માટે પણ કહેવામાં આવ્યું છે.

થાઈલેન્ડ ઓપન 2021થી આવનારી માહિતી અનુસાર સાઈના નેહવાલનો કાલે ત્રીજો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાર બાદ તેમને ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચવાનું કહેવામાં આવ્યું હતું. અન્ય એક ભારતીય ખેલાડીનો પણ કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટિવ મળ્યો છે. આવી સ્થિતિમાં આપણે ભારતીય ટુકડીમાંથી વધુ ઉપાડ જોઈ શકીએ છીએ. આ વિશે સાઈના કહે છે કે તેમને હવે હોસ્પિટલમાં ક્વૉરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે.

સાઈના સિવાય ભારતીય બેડમિન્ટન એચએસ પ્રણયનો પણ કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. થાઈલેન્ડ ઓપનમાં ભાગ લેનારા બન્ને ખેલાડીને આગળના ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મલેશિયાના કૈસના સેલાવદુરેને એક વૉકઓવર આપવામાં આવ્યો છે, જેને મંગળવારે સાઈના વિરૂદ્ધ થાઈલેન્ડ ઓપનના પોતાના પ્રથમ રાઉન્ડમાં મૅચ રમવાની હતી. પરિણામે સેલ્વદુરે પહેલા રાઉન્ડમાં ભાગ લીધી વિના ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં ચાલ્યા ગયા છે. આ વચ્ચે સાઈના નેહવાલના પતિ પરુપલ્લી કશ્યપને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, પરંતુ તેમના રિપોર્ટના સ્થિતિની પુષ્ટિ થઈ નથી.

કોરોના વાઈરસ રોગચાળાને કારણે લગભગ 10 મહિનાઓ સુધી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન કેલેન્ડર ભારતીય ખેલાડીઓ માટે અસરગ્રસ્ત રહી હતી. જોકે બેડમિન્ટન પાછા ફરવાની સાથે સાથે ભારતીય ખેલાડીઓ પણ કોર્ટમાં પાછા ફરશે. મંગળવારથી થાઈલેન્ડ ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે. સાઈના નેહવાલ આ સ્પર્ધાત્મક મેચથી વાપસી કરવા જઈ રહી હતી, પરંતુ હવે તે શક્ય બનશે નહીં, કારણ કે તેને ટૂર્નામેન્ટમાંથી બાકાત રાખવી પડી શકે છે.

saina nehwal badminton news sports sports news