મેડવેડેવ, ત્સીત્સીપાસ ચોથા રાઉન્ડમાં; હેલેપ અને સબાલેન્કાની પણ આગેકૂચ

23 January, 2022 02:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મેલબર્નમાં ચાલી રહેલી વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે કોઈ મેજર અપેસટ નહોતા સર્જાયા

સ્ટેફનોસ ત્સીત્સીપાસ

મેલબર્નમાં ચાલી રહેલી વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે કોઈ મેજર અપેસટ નહોતા સર્જાયા. નોવાક જૉકોવિચની ગેરહાજરીમાં નંબર વન સીડેડ બની ગયેલો વર્લ્ડ નંબર ટૂ રશિયાનો ડૅનિલ મેડવેડેવ તેનો લય જાળવી રાખીને ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. મેડવેડેવે ગઈ કાલે ત્રીજા રાઉન્ડમાં નેધરલૅન્ડ્સના બોટિક વૅન ડે ઝૅન્ડસ્કુપને સીધા સેટમાં ૬-૪ ૬-૪, ૬-૨થી હરાવ્યો હતો. જ્યારે ચોથા સિડેડ ગ્રીસના સ્ટેફનોસ ત્સીત્સીપાસને ફ્રાન્સના બેનોઇટ પૅઇરેને ચાર સેટના સંઘર્ષમાં ૬-૩, ૭-૫, ૬-૭, ૬-૪થી પરાજિત કરીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.

sports sports news