ઑસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૧: આજે મહિલા ફાઇનલમાં ઓસાકા v/s બ્રાડી

20 February, 2021 02:57 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૧: આજે મહિલા ફાઇનલમાં ઓસાકા v/s બ્રાડી

ઑસ્ટ્રેલિયન ઓપનમાં આજે મહિલા સિંગલ્સની ફાઇનલ વર્લ્ડ નંબર થ્રી જપાનની નાઓમી ઓસાકાની ટક્કર અમેરિકાની અને બાવીસમા ક્રમાંકકિત જેનિફર બ્રાડી સામે થશે. બ્રાડી આજે પ્રથમ વાર ગ્રૅન્ડ  સ્લૅમની ફાઇનલમાં રમશે, જ્યારે ઓસાકા ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં ચૅમ્પિયન બની ચૂકી છે. આ ઉપરાંત યુએસ ઓપનમાં પણ ૨૦૧૮ અને ૨૦૨૦માં તે વિજેતા બની હતી અને આજે કરીઅરનું ચોથું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવા કોર્ટમાં ઊતરશે.

મેન્સ સિંગલ્સમાં ગઈ કાલે બીજી સેમી ફાઇનલમાં રશિયાના ડૅનિલ મેડવેડેવે ગ્રીક ખેલાડી અને પાંચમા ક્રમાંકિત સ્ટોફાનોસ સિટિસિપાસને ૬-૪, ૬-૨, ૭-૫થી એક સીધા સેટમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. મેડવેડેવનો સામનો આવતી કાલે ફાઇનલમાં વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચ સામે થશે. મેડવેડેવ ઑસ્ટ્રેલિયન ઓપનમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યો છે. ગ્રૅન્ડ સ્લૅમમાં ૨૦૧૯ની યુએસ ઓપન બાદ તેણે આ બીજી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ જૉકોવિચે ઑસ્ટ્રેલિયન ઓપનમાં નવમી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો અને હજી સુધી ક્યારેય ફાઇનલમાં હાર્યો નથી. આમ જોકોવિચ રેકૉર્ડ નવમી વાર ઑસ્ટ્રેલિયન ઓપનની જીતથી હવે માત્ર એક ડગલું દૂર છે.

sports sports news australian ope