જોકોવિચ ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં

19 February, 2021 09:44 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

જોકોવિચ ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં

ઑસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટમાં જ્યાં રાફેલ નડાલ હારીને બહાર થઈ ગયો હતો ત્યાં ગઈ કાલે રશિયાના અસલાન કારાત્સેવને ૬-૩, ૬-૪, ૬-૨થી હરાવીને નોવાક જોકોવિચ નવમી વાર ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે. આવતી કાલે રમાનારી ફાઇનલમાં તેનો સામનો ડેનિલ મેડવેડેવ અથવા સ્ટેફનોસ સિતસિપાસમાંથી વિજેતા થનાર સામે થશે, જેમની વચ્ચે બીજી સેમી ફાઇનલ આજે રમાશે.

નોંધનીય છે કે જોકોવિચ ઑસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં ક્યારેય નથી હાર્યો અને જ્યારે પણ તે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો છે ત્યારે ટાઇટલ જીતવામાં સફળ રહ્યો છે. સામા પક્ષે રશિયાનો અસલાન કારાત્સેવ પોતાની પહેલી જ ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચનારો પહેલો પ્લેયર બન્યો છે.

ઑસ્ટ્રેલિયન ઓપનના ઇતિહાસમાં ૩૦ વર્ષની ઉંમર બાદ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ત્રણ વાર પહોંચનારો જોકોવિચ પહેલો ખેલાડી બન્યો છે.

sports sports news australian open novak djokovic