બીજી વાર ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયન બની ઓસાકા

21 February, 2021 12:25 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

બીજી વાર ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયન બની ઓસાકા

જપાનની મહિલા ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકા ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં અમેરિકાની જેનિફર બ્રાડીને ૬-૪, ૬-૩થી હરાવીને પોતાનું બીજું ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ અને ચોથું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી હતી. આ પહેલાં ૨૦૧૮ અને ૨૦૨૦માં તે યુએસ ઓપનનું અને ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ સાથે ઓસાકાની આ સતત ૨૧મી મૅચ જીત હતી.

ટાઇટલ જીત્યા બાદ આનંદ વ્યક્ત કરતાં ઓસાકાએ કહ્યું કે ‘હું મારું છેલ્લું ગ્રૅન્ડ સ્લૅમ ચાહકોની હાજરીમાં નહોતી રમી શકી, પણ આ મૅચની એનર્જી મારા માટે ઘણી મહત્ત્વની રહી છે. અહીં આવવા બદલ તમારો આભાર. હાલમાં મને લાગી રહ્યું છે કે આ ગ્રૅન્ડ સ્લૅમ રમવું મારે માટે અત્યંત ગર્વની વાત છે. આ તક બદલ થૅન્ક યુ.’

આજે પુરુષોની ફાઇનલ નોવાક જોકોવિચ વિરુદ્ધ ડેનિલ મેડવેડેવ

sports sports news australian ope