✕

ભારતીય મહિલાઓએ ટ્રૅપ શૂટિંગમાં ટીમ ઇવેન્ટમાં સતત બીજો એશિયન ગેમ્સ સિલ્વર મેડલ જીત્યો

30 September, 2026 01:17 PM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

ટ્રૅપ શૂટિંગની ટીમ સ્પર્ધામાં ભારતની નીરુ ઢાંડા, આશિમા અહલાવત અને મનીષા કીરે સંયુક્ત રીતે ૩૨૮ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો છે

સિલ્વર મેડલ અને તિરંગા સાથે ડાબેથી મનીષા કીર, આશિમા અહલાવત અને નીરુ ઢાંડા

એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની ટ્રૅપ શૂટિંગની ટીમ સ્પર્ધામાં ભારતની નીરુ ઢાંડા, આશિમા અહલાવત અને મનીષા કીરે સંયુક્ત રીતે ૩૨૮ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આ ઇવેન્ટમાં ભારતે સતત બીજી સીઝનમાં સિલ્વર મેડલ જીત્યો છે. ૨૦૨૨ની સીઝનમાં આ મેડલ જીતનાર ટીમમાં હરિયાણાની ૨૩ વર્ષની આશિમા અહલાવત પણ સામેલ હતી.

નીરુ ઢાંડાએ ૧૧૮, આશિમા અહલાવતે ૧૦૬ અને મધ્ય પ્રદેશની ૨૪ વર્ષની મનીષા કીરે ૧૦૪નો સ્કોર કર્યો હતો. ભારતીય પુરુષ ટ્રૅપ ટીમ ૧૦ ટીમોમાં નિરાશાજનક રીતે ૩૩૯ના સ્કોર સાથે છઠ્ઠા સ્થાને રહી હતી. આ અગાઉની આવૃત્તિમાં ભારતની પુરુષ ટ્રૅપ ટીમે પણ સિલ્વર મેડલ જીત્યો હતો.

asian games india athletics japan sports sports news