✕

એશિયન ગેમ્સ ૪x૪૦૦ રીલે ઇવેન્ટમાં ભારતીય મેન્સ ટીમે બ્રૉન્ઝ અને વિમેન્સ ટીમે ગોલ્ડ જીત્યો

30 September, 2026 01:20 PM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

વિમેન્સ ટીમ ઇવેન્ટમાં ભારતે ૪૪ વર્ષથી મેડલ જીતવાનો સિલસિલો જાળવી રાખ્યો

૪x૪૦૦ મીટર રીલે ટીમ રેસની ભારતની મહિલા અને પુરુષ ટીમે તિરંગા સાથે પડાવ્યો ગ્રુપ-ફોટો

ભારતે એશિયન ગેમ્સ 2026માં મંગળવારે મહિલાઓની ૪x૪૦૦ મીટર રીલે ટીમે રેસ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ મેડલ ભારતનો આ એશિયન ગેમ્સ એડિશનનો પ્રથમ ઍથ્લેટિક્સ ગોલ્ડ હતો. 
કિરણ પહલ, એમ. આર. પૂવમ્મા, પ્રાચી ચૌધરી અને વિથ્યા રામરાજની ચોકડીએ ૩:૨૯:૬૯ના સમય સાથે ગોલ્ડ મેળવ્યો હતો. ભારતે ૨૦૦૨થી ૨૦૧૮ સુધી સતત પાંચ વખત ગોલ્ડ જીત્યા પછી એશિયન ગેમ્સ 2022માં ઇવેન્ટમાં સિલ્વર જીત્યો હતો.

આ જીત સાથે ભારતે આ ઇવેન્ટના ​ઇતિહાસમાં પોતાનો સાતમો એશિયાડ ગોલ્ડ જીત્યો અને નવી દિલ્હીના એશિયન ગેમ્સ ૧૯૮૨થી દરેક એડિશનમાં મેડલ મેળવવાનો એનો ૪૪ વર્ષનો સિલસિલો જાળવી રાખ્યો છે.

ગઈ કાલે પુરુષોની ૪x૪૦૦ મીટર રીલે ટીમ રેસ ઇવેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત ગોલ્ડ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યું. વિશાલ ટી.કે., જય કુમાર, ધર્મવીર અને મનુ ટી.એસ.ની ટીમે ૩:૦૧:૬૧ના સમય સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. 

એશિયન ગેમ્સ 2026માં ભારતે ઍથ્લેટિક્સમાં એક ગોલ્ડ, ૯ સિલ્વર, ૧૪ બ્રૉન્ઝ સાથે ૨૪ મેડલ જીત્યા. 

asian games india athletics sports sports news japan