30 September, 2026 01:23 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
રેસ સમયની ગુરિન્દરવીર સિંહ અને અભિનયા રાજરાજનની શાનદાર ક્ષણ
એશિયન ગેમ્સ 2026માં ગઈ કાલે ભારતની મિક્સ્ડ રીલે ટીમે ૪x૧૦૦ મિક્સ્ડ રીલે ફાઇનલમાં બ્રૉન્ઝ મેળવ્યો હતો. અનિમેષ કુજુર, ગુરિન્દરવીર સિંહ, હરિતા ભદ્રા અને અભિનયા રાજરાજનનો સમાવેશ કરતી ટીમે ૪૧.૦૬ સેકન્ડના નવા નૅશનલ રેકૉર્ડ સાથે રેસ પૂરી કરી હતી.
૧૯૯૦ પછી કોઈ પણ સ્પ્રિન્ટ રીલે (૪x૧૦૦) ઇવેન્ટમાં ભારતનો આ પહેલો મેડલ છે. ૧૯૯૦ના એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે છેલ્લી વખત આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.