ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટ કોરોના સંક્રમિત

29 August, 2020 04:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટ કોરોના સંક્રમિત

વિનેશ ફોગાટ

કોમનવેલ્થ અને એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા કુસ્તીબાજ અને પહેલવાન 26 વર્ષીય વિનેશ ફોગાટ (Vinesh Phogat) કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત હોવાની જાણ થઈ છે. આજે એટલે કે 20 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમતના દિવસે ખેલ રત્ન એવૉર્ડથી સન્માન કરવામાં આવે તે પહેલાં જ વિનેશ ફોગાટનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

ભારતના સર્વોચ્ચ રમત ગૌરવ રાજીવ ગાંધી ખેલ રત્ન એવૉર્ડ સમારોહમાં ભાગ લેતા પહેલા વિનેશ ફોગાટ કોરોના સંક્રમિત થતા આજે યોજાયેલી ર્વ્ચયુલ સેરેમનીમાં ભાગ નહોતો લીધો. સ્પોર્ટ્સ એવૉર્ડની તૈયારીઓના ભાગરૂપે સોનીપત ગામમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે વિનેશનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. અત્યારે તે હોમ આઈસોલેશનમાં છે.

મળતી માહિતી પ્રમાણે, વિનેશ ફોગાટના પ્રારંભિક કોચ ઓપી દહિયા પણ કોરોના સંક્રમિત થયા છે. તેમની પસંદગી દ્રોણાચાર્ય એવૉર્ડ માટે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દ્રોણાચાર્ય એવૉર્ડનું સન્માન મળે તે પહેલાં જ એથલેએટિક્સ કોચ પુરુષોત્તમ રાયનું નિધન

વિનેશ ફોગાટે 2018માં થયેલા રાષ્ટ્રમંડળ અને એશિયાઈ રમતોમાં સ્વર્ણ પદક જીત્યું છે. વિનેશે પાછલા વર્ષે વિશ્વ ચેમ્પીયનશીપમાં કાંસ્ય પદક જીતીતે ટોક્યો ઓલમ્પિક માટે કોટા પ્રાપ્ત કર્યો હતો. તે અત્યારુધીમાં એક માત્ર ભારતીય મહિલા પહેલવાન છે જેણે આગલા વર્ષે યોજાનારા ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલિફાઈ કર્યું છે. વિનેશ ફોગાટનું નામ 2018માં ખેલ રત્ન માટે મોકલવામાં આવ્યું હતું. પરંતુ હવે બે વર્ષ બાદ તેણે ખેલ રત્ન આપવાની જાહેરાત થઈ હતી.

coronavirus covid19 sports sports news wrestling