વિમ્બલ્ડનની સેન્ટર કોર્ટને ૧૦૦ વર્ષ પૂરાં થયાંઃ વીજળી ને વરસાદ બન્યાં વિલન

04 July, 2022 03:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટેનિસના ખેલાડીઓ માટે વિમ્બલ્ડનની સેન્ટર કોર્ટ હંમેશાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ જેવું પવિત્ર સ્થળ રહ્યું છે

આ જ ઐતિહાસિક અને સમયાંતરે માળખાકીય સુધારા સાથે આધુનિક અને અદ્યતન બનેલી સેન્ટર કોર્ટ પર ગઈ કાલે ટોચના ટેનિસ ખેલાડીઓની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાયો હતો

ઇંગ્લૅન્ડના પાટનગર લંડનમાં વિમ્બલ્ડનમાં રમાતી જગવિખ્યાત વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની સેન્ટર કોર્ટને ગઈ કાલે ૧૦૦ વર્ષ પૂરાં થયાં હતાં એ નિમિત્તે આયોજિત સમારોહમાં ટેનિસજગતના દિગ્ગજો, ભૂતપૂર્વ ટોચના ખેલાડીઓ, વહીવટકારો, અમ્પાયરો અને અસંખ્ય પ્રેક્ષકો ઉપસ્થિત હતા.

૧૯૨૨માં પહેલી વાર ખોલવામાં આવેલું આ એ જ સેન્ટર કોર્ટ છે જ્યાં સેરેના વિલિયમ્સ, રૉજર ફેડરર, માર્ટિના નવરાતિલોવા, પીટ સૅમ્પ્રસ, સ્ટેફી ગ્રાફ, બ્યૉન બોર્ગ, જૉન મૅકેનરો, બૉરિસ બેકર, મારિયા શારાપોવા, નોવાક જૉકોવિચ, રાફેલ નડાલ વગેરે ખેલાડીઓનું થોડા સમય માટે અથવા થોડાં વર્ષ સુધી શાસન રહ્યું છે. ટેનિસના ખેલાડીઓ માટે વિમ્બલ્ડનની સેન્ટર કોર્ટ હંમેશાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ જેવું પવિત્ર સ્થળ રહ્યું છે. ટેનિસના ગ્રાસ કોર્ટની વાત નીકળે ત્યારે વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટનો ઉલ્લેખ સૌથી પહેલાં થતો હોય છે અને એ ફેમસ કોર્ટની શતાબ્દીની ગઈ કાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

14,974
વિમ્બલ્ડનની સેન્ટર કોર્ટમાં પ્રેક્ષકો માટે કુલ આટલી સીટ છે. આ કોર્ટ ખૂલી ત્યારે ૯૯૮૯ સીટ હતી.

‘મિડલ સન્ડે’એ પણ મૅચો
પરંપરા પ્રમાણે વિમ્બલ્ડનમાં પખવાડિયાના મિડલ સન્ડેએ કોઈ મૅચ નથી રમાતી અને રેસ્ટ ડે હોય છે, પરંતુ ગઈ કાલે એ પરંપરા તૂટી હતી.

sports sports news cricket news tennis news