FIFA World Cup 2022: અર્જેંટીનાની ટીમને સાઉદી અરબે 2-1થી હરાવી

22 November, 2022 06:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મેચમાં અર્જેંટીનાની રમત સરેરાશ જ જોવા મળી જ્યારે સઉદી અરબે તેમનાથી સારી રીતે મેચ રમીને આ વર્લ્ડ કપમાં જીતની સાથે પોતાની શરૂઆત કરી. આ પહેલા અર્જેંટીનાએ સતત 36 મેચમાં જીત મેળવી હતી, પણ આ મેચમાં હારની સાથે તેનું વિજયી અભિયાન પણ ખતમ થઈ ગયું છે.

પ્રતીકાત્મક તસવીર

ફીફા વર્લ્ડ કપ 2022ના (FIFA World Cup 2022) ગ્રુપ સીની મેચમાં અર્જેંટીનાનો સામનો સાઉદી અરબ (Argentina vs Saudi Arabia Fifa Wrold Cup 2022) સાથે થયો. આ મેચમાં અર્જેંટીનાની ટીમને સઉદી અરબે પોતાની રમતથી ચોંકાવી દીધી અને 2 1થી હરાવી દીધી. અર્જેંટીના તરફથી કૅપ્ટન મેસીએ એક ગોલ કર્યો, પણ પછી તે પોતાની ટીમ માટે કોઈ ગોલ કરી શક્યો નહીં. આ મેચમાં અર્જેંટીનાની રમત સરેરાશ જ જોવા મળી જ્યારે સઉદી અરબે તેમનાથી સારી રીતે મેચ રમીને આ વર્લ્ડ કપમાં જીતની સાથે પોતાની શરૂઆત કરી. આ પહેલા અર્જેંટીનાએ સતત 36 મેચમાં જીત મેળવી હતી, પણ આ મેચમાં હારની સાથે તેનું વિજયી અભિયાન પણ ખતમ થઈ ગયું છે.

મેસીએ કર્યો પોતાની ટીમ માટે પહેલો ગોલ
અર્જેટીના માટે આ વર્લ્ડ કપમાં પહેલા ગોલની સાથે મેચનો પણ પહેલો ગોલ ટીમના કૅપ્ટન મેસીએ કર્યો. 10 મિનિટમાં મેસીને પેનલ્ટી મળી અને તેને સરળ રીતે ગોલમાં ફેરવી દીધો. આ ગોલની સાથે અર્જેંટીનાએ પોતાના સ્કોરને પહેલી 10 મિનિટમાં 1 0 કરી લીધો. ત્યાર બાદ અર્જેંટીનાની ટીમ પહેલા હાફમાં કોઈ ગોલ કરી શકી નથી તો સઉદી અરબ પણ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. પહેલા હાફની રમત થયા સુધી અર્જેંટીના 1 0થી આગળ રહી.

આ પણ વાંચો : FIFA World CUP: ભારતની ગિફ્ટ, કતારમાં હિટ

બીજા હાફમાં સઉદી અરબે કર્યું જબરજસ્ત કમબૅક
બીજા હાફમાં સઉદી અરબની ટીમે જબરજસ્ત કમબૅક કર્યું અને રમતની 48મી મિટિમાં સાલેહ એલશેહરીએ પોતાની ટીમને પહેલો ગોલ કરાવીને સ્કોરને 1 1થી સરખો કર્યો. ત્યાર બાદ 53મી મિનિટે સાલેમે બીજો ગોલ કર્યો અને સઉદી અરબને 2 1ની લીડ અપાવી. આ મેચમાં 90 મિનિટની રમત પૂરી થયા સુધી સઉદી અરબે 2 1ની લીડ જાળવી રાખી હતી. ત્યાર બાદ બન્ને ટીમને 14 મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવ્યો. આ એક્સ્ટ્રા ટાઈમમાં અર્જેંટીનાએ ગોલ કરવાના ઘણાં પ્રયત્નો કર્યા, પણ સઉદીના ડિફેન્સને તોડવામાં નિષ્ફળ રહી.

sports sports news football argentina saudi arabia