મહાન ફૂટબોલર ડિએગો મેરાડોનાનું હાર્ટ એટેકને લીધે નિધન

25 November, 2020 10:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહાન ફૂટબોલર ડિએગો મેરાડોનાનું હાર્ટ એટેકને લીધે નિધન

ફાઈલ ફોટો

મહાન ફૂટબોલર ડિએગો મેરાડોના (Diego Maradona)નું 60 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે.

આર્જેન્ટિનાના સ્થાનીય મીડિયાએ આપેલી માહિતી મુજબ, આ ખેલાડીને પોતાના ઘરે જ હાર્ટ એટેક આવ્યો હતો. બે અઠવાડિયા પહેલાં જ તેઓને મગજમાં ગાંઠને કારણે સર્જરી કરાવવી પડી હતી. મેરાડોના સર્વકાલિક મહાન ફૂટબોલર કહેવાય છે. તેમણે આર્જેન્ટિનાના 1986 ફૂટબોલ વર્લ્ડ કપ જીતવામાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમનું કેરિયર પણ શાનદાર રહ્યું હતું.

ડ્રગ્સ અને દારૂના કારણે ડિએગો ખુબ વિવાદમાં પણ રહ્યા હતા.  મેરાડોનાએ બોકા જુનિયર્સ, નેપોલી અને બાર્સેલોના ઉપરાંત અનેક ક્લબ માટે રમી ચૂક્યા હતા. મેરાડોનાએ ઈંગ્લેન્ડની સામે 1986ના ટુર્નામેન્ટમાં હેડ ઓફ ગોડ માટે યાદ કરવામાં આવ્યા છે. 1976માં ફૂટબોલની દુનિયામાં તેઓએ પગ મૂક્યો હતો. એક દશક બાદ તેમણે સુકાની પદમાં આર્જેન્ટિનાએ 1986માં વર્લ્ડ કપ જીત્યો હતો. આ દરમિયાન તેમણે ફૂટબોલના ઈતિહાસના બે યાદગાર ગોલ પણ કર્યા હતા.

આર્જેન્ટિના ફૂટબોલ એસોસિયેશને શોક વ્યક્ત કરતાં કહ્યું કે, અમારા લિજેન્ડના નિધનથી અને શોકમાં ડૂબેલાં છે. તમે હંમેશા અમારા દિલોમાં રહેશો. આર્જેન્ટિના તરફથી રમતાં મેરાડોનાએ 91 મેચોમાં 34 ગોલ કર્યા હતા. આર્જેન્ટિના તરફથી મેરાડોનાએ ચાર વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.

football sports news