સાબરકાંઠાનો અનિલ પટેલ કબડ્ડીની રાષ્ટ્રિય ટીમમાં પસંદગી પામ્યો

03 October, 2019 05:30 PM IST  |  Sabarkantha

સાબરકાંઠાનો અનિલ પટેલ કબડ્ડીની રાષ્ટ્રિય ટીમમાં પસંદગી પામ્યો

અનિલ પટેલની કબડ્ડીની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થઇ

Sabarkantha : છેલ્લા ઘણા સમયથી ભારતમાં કબડ્ડી રમતની લોકપ્રિયતા વધી રહી છે. જેનું મુખ્ય કારણ પ્રો કબડ્ડી લીગ છે. પ્રો કબડ્ડી લીગ છેલ્લા 7 વર્ષથી ભારતમાં રમાય છે. ત્યારે મહત્વનું એ છે કે આ લીગમાં છેલ્લા 3 વર્ષથી ગુજરાતની પણ ટીમ સામેલ છે. જેનો ફાયદો રાજ્યના કબડ્ડીના ખેલાડીઓને પણ મળ્યો છે. કબડ્ડીમાં કારકિર્દી બનાવવા માંગતા ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે છે. ત્યારે મળી રહેલ સમાચાર પ્રમાણે ગુજરાતના સાબરકાંઠાના ભંડવાલ ગામમાં એક કબડ્ડીના યુવા ખેલાડી અનિલ પટેલની ભારતની રાષ્ટ્રીય કબડ્ડીની ટીમમાં પસંદગી પામી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદના કિરણ પરમારની પણ આ પહેલા કબડ્ડીની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થઇ ચુકી છે.


અનિલ પટેલ છેલ્લા 4 વર્ષથી કબડ્ડીમાં કઠોળ પરીષ્મ કરી રહ્યો હતો
સાબરકાંઠાના ભંડવલ ગામે અનિલ પટેલ નામના યુવકની સમગ્ર દેશ લેવલ કબડ્ડીની ટુર્નામેન્ટમાં પસંદગી થતા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં હર્ષનો માહોલ જોવા મળ્યો હતો. અનિલ છેલ્લા 4 વર્ષથી કબડ્ડી પર અથાગ મહેનત કરી રહ્યો છે જેનું તેને અત્યારે આ પરીણા મળી રહ્યું છે. ભારતમાંથી 1150 ખેલાડીઓમાંથી હાલમાં 100 ખેલાડીમાં ગુજરાત વતી એકમાત્ર અનિલની પસંદગી થઈ છે.


અનિલ પોતાની આ સિદ્ધી બદલ પોતાની સાથે પરિવારની પણ મહેનતને જવાબદાર ગણાવે છે
કબડ્ડી ખેલાડી અનિલની સિદ્ધિ પાછળ તેના પરિવારજનોની પણ એટલી જ મહેનત જવાબદાર છે. એક વર્ષ અગાઉ ક્રિકેટની રમત રમતા પગમાં ભયંકર અકસ્માત થતાં પરિવારજનોએ પણ કબડ્ડી છોડી દેવાની સલાહ આપી હતી. જોકે અનિલે પોતાના વિશ્વાસ પાને મનની મજબૂતાઈથી કબડ્ડી પ્રત્યેનો લગાવ ન છોડી શકતા એક વર્ષ બાદ સમગ્ર નેશનલ લેવલે તેની પસંદગી થઈ છે. જેની ખુશી પરિવારજનો પણ મનાવી રહ્યા છે.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

પરિવારજનો પણ કબડ્ડીમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા હતા
બાળપણથી જ કબડ્ડી પ્રત્યેનો અભિગમ તેમજ કોઈ પણ સંજોગોમાં હાર ન માનવાને પગલે આજે અનિલ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો છે. આગામી સમયે સ્કૂલ, ગામ અને દેશનું નામ રોશન કરવાની તમન્નાને આ સિદ્ધિથી વેગ મળશે તેવું પણ માની રહ્યા છે.

sports news kabaddi news