રોજર ફેડરરની કારકિર્દીની સૌથી મોટી હાર, માત્ર 61 મીનીટમાં મેચ હાર્યો

16 August, 2019 08:04 PM IST  |  Mumbai

રોજર ફેડરરની કારકિર્દીની સૌથી મોટી હાર, માત્ર 61 મીનીટમાં મેચ હાર્યો

Mumbai : ટેનિસ જગતમાં દિગ્ગજ ગણાતા એવા રોજર ફેડરર માટે યુએસ ઓપન પહેલા ખરાબ સમાચાર છે. ફેડરર સિનસિનાટી માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ત્રીજા રાઉન્ડમાં જ બહાર થઇ ગયો હતો. તેને 70માં ક્રમાંકીત એવા રૂસના એન્ડ્રી રૂબલેવે 6-3, 6-4થી સીધા સેટોમાં હરાવ્યો હતો. રોજક ફેડરર આ ટૂર્નામેન્ટ રેકોર્ડ સાત વાર જીતી ચૂક્યો છે. રેબલવે તેને માત્ર 61 મિનિટમાં હરાવ્યો હતો.


ફેડરરની ટેનિસ કારકિર્દીમાં સૌથી મોટી હાર
મહત્વનું છે કે ફેડરરની 16 વર્ષની ટેનિસ કારકિર્દીમાં આ સૌથી મોટી હાર છે. 2003માં તે સિડની ઓપનમાં 54 મિનિટમાં હાર્યો હતો. એટીપી રેન્કિંગમાં ફેડરર ત્રીજા અને રુબેલવ 70મા સ્થાને છે. ફેડરર છેલ્લે 2015માં સિનસિનાટી માસ્ટર્સ ટાઇટલ જીત્યો હતો. તે આ ટૂર્નામેન્ટમાં 47 મેચ જીત્યો અને 10 મેચ હાર્યો છે. 21 વર્ષીય રુબલેવે સામે ફેડરર પહેલી વાર રમ્યો અને હાર્યો હતો.


આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

જાણો, મેચ બાદ ફેડરરે શું કહ્યું
મેચ પછી ફેડરરે કહ્યું હતું કે ઇજામાંથી પરત ફર્યા પછી મારા માટે સારું અનુભવ કરવું જરૂરી હતું. હું ખુશ છું કે હું અહીંયા રમવા આવ્યો હતો. આ હારનો સ્વીકાર કરીને મારે આગળ વધવાની જરૂર છે. હવે હું ટીમ સાથે મળીને વર્ષના છેલ્લા ગ્રાન્ડલેમની તૈયારી કરીશ.

tennis news roger federer sports news