અમિત પાંઘલ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પહેલો ભારતીય બોક્સર

20 September, 2019 07:00 PM IST  |  Mumbai

અમિત પાંઘલ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પહેલો ભારતીય બોક્સર

અમિત પાંઘલ (PC : Twitter)

Mumbai : ભારતીય બોક્સર અમિત પંઘાલે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2019ના (52 કિલોગ્રામ) ફાઈનલમાં પહોંચીને ઇતિહાસ રચી દીધો છે. અમિતે રશિયાના એકોતેરિનબર્ગમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં સેમિફાઈનલમાં કઝાખસ્તાનના મુક્કેબાજ સાકેન બિબોસિનોવને 3-2થી હરાવ્યો હતો. તેની સાથે જ તે વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની ગયો છે.


ટુર્નામેન્ટમાં ફાઇનલમાં અમિત પાંઘલ પહેલા કોઇ પણ ભારતીય પહોંચ્યો નથી
આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં અમિત પંઘાલ પહેલા કોઈ અન્ય ભારતીય બોક્સર ફાઈનલ સુધી પહોંચી શક્યો નહતો. આ પહેલા ભારતે વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. વિજેન્દર સિંહે 2009માં, વિકાસ કૃષ્ણ એ 2011માં, શિવ થાપાએ 2015 અને ગૌરવ બિધુડીએ 2017માં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.


આ પહેલા ગૌરવે 2017માં આ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલમાં કાંસ્ય જીત્યો હતો
આ સિવાય ગૌરવ વિધૂડીએ 2017માં સેમીફાઇનલમાં પહોંચીને બ્રોન્ઝ મેડલ જીત્યા હતાં પરંતુ તે ભારતીયોનાં ચંદ્રકનો રંગ ન હોતા બદલી શક્યાં. આ વર્ષે મનીષ કૌશિકે પણ સેમીફાઇનલની સફર નક્કી કરી હતી પરંતુ શુક્રવારનાં રોજ ક્યૂબાનાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયનશીપ એન્ડી ક્રૂઝનાં હાથે 63 કિ.ગ્રાનાં સેમીફાઇનલમાં હારી જતા તેઓએ બ્રોન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડ્યો.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

જાણો, શું કહ્યું અમિત પંઘલે
અમિત પંઘલે કહ્યું કે, 'તેઓ પોતાનાં દેશ માટે સુવર્ણચંદ્રક જીતવા માટે પોતાનો પૂરો દમ લગાવી દેશે. મેચ બાદ અમિતે કહ્યું કે, જીતવાનું વિચારીને આવ્યો હતો, તેનાંથી પણ વધારે જોર લગાવવું પડ્યું. મારા મિત્રોઓ મને ખૂબ સપોર્ટ કર્યો છે અને એ માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. અમારી બોક્સિંગ માટે આ ખૂબ મોટી સફળતા છે. હું સંપૂર્ણ કોશિશ કરીશ કે મારા દેશ માટે હું ગોલ્ડ મેડલ જીતી શકું.'

sports news boxing