અમેરિકાને પહોંચવું છે ક્વૉર્ટર ફાઇનલમાં

03 December, 2022 11:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકા અત્યાર સુધી પાંચ વખત નેધરલૅન્ડ્સ સામે રમ્યું છે જે પૈકી માત્ર એક વખત જ ૨૦૧૫માં ઍમ્સ્ટરડૅમ ખાતે રમાયેલી મૅચમાં ૪-૩થી જીત્યું હતું. અમેરિકા કતારમાં વેલ્સ અને ઇંગ્લૅન્ડ સામેની મૅચ ડ્રૉ કરવામાં સફળ રહ્યું હતું, તો ઈરાનને ૧-૦થી હરાવ્યું હતું. 

અમેરિકાને પહોંચવું છે ક્વૉર્ટર ફાઇનલમાં

આજે અમેરિકાની ટીમ નૉકઆઉટ-16 રાઉન્ડમાં નેધરલૅન્ડ્સ સામે ટકરાશે. અમેરિકાનો કોચ ગ્રેગ બર્હાલ્ટર આજથી ૨૮ વર્ષ પહેલાં નેધરલૅન્ડ્સમાં જ પ્રોફેશનલ ફુટબૉલ ખેલાડી બન્યો હતો, એથી કોચિંગ દરમ્યાન ત્યાં શીખેલા પાઠને તે યાદ કરી રહ્યો છે. અમેરિકાની ટીમ ૨૦૦૨ બાદ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશી શકી નથી. ૨૦૧૯માં ઘાના અને ૨૦૧૪ બેલ્જિયમ સામે હારી જતાં બહાર થઈ ગઈ હતી, તો ૨૦૧૮ની ટુર્નામેન્ટમાં ક્વૉલિફાય થવામાં જ નિષ્ફળ રહી હતી. અમેરિકા અત્યાર સુધી પાંચ વખત નેધરલૅન્ડ્સ સામે રમ્યું છે જે પૈકી માત્ર એક વખત જ ૨૦૧૫માં ઍમ્સ્ટરડૅમ ખાતે રમાયેલી મૅચમાં ૪-૩થી જીત્યું હતું. અમેરિકા કતારમાં વેલ્સ અને ઇંગ્લૅન્ડ સામેની મૅચ ડ્રૉ કરવામાં સફળ રહ્યું હતું, તો ઈરાનને ૧-૦થી હરાવ્યું હતું. 

sports news sports united states of america