ઑલ ઇંગ્લૅન્ડ ઓપન: સાયના, કિદામ્બી પહેલા રાઉન્ડમાં આઉટ

13 March, 2020 10:45 AM IST  |  Birmingham

ઑલ ઇંગ્લૅન્ડ ઓપન: સાયના, કિદામ્બી પહેલા રાઉન્ડમાં આઉટ

સાયના નેહવાલ

હાલમાં ચાલી રહેલા ઑલ ઇંગ્લૅન્ડ ઓપન ચૅમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં ઇન્ડિયાની સાયના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંત આઉટ થઈ ગઈ છે. જોકે પી.વી. સિન્ધુ ઍડ્વાન્સ રાઉન્ડમાં આગળ વધી ગઈ છે. જૅપનીઝ પ્લેયર અકાને યામાગુચી સામે માત્ર ૨૮ મિનિટની ગેમમાં સાયના ૧૧-૨૧, ૮-૨૧થી હારી ગઈ હતી. તે હાલમાં ૨૦મા ક્રમે છે. ઑલિમ્પિકમાં ક્વૉલિફાય થવા માટે તેણે ૧૬મા ક્રમ પર આવવું જરૂરી છે અને એ માટે તેની પાસે ૨૮ એપ્રિલ સુધીનો સમય છે. કિદામ્બી શ્રીકાંત ૪૩ મિનિટની ગેમમાં ચેન લોન્ગ સામે ૧૫-૨૧, ૧૬-૨૧થી હારી ગયો હતો. સાઈ પ્રણીતને પણ દમદાર ટક્કર મળતાં તે ઝાઓ જુન પેન્ગ સામે ૧૨-૨૧, ૧૩-૨૧થી માત્ર ૩૩ મિનિટની ગેમમાં હારી ગયો હતો. સામા પક્ષે પી.વી. સિન્ધુએ અમેરિકાની બૈવાન ઝેન્ગને ૪૨ મિનિટની ગેમમાં ૨૧-૧૪, ૨૧-૧૭થી હરાવી હતી. આગામી રાઉન્ડમાં તેનો મુકાબલો સુંગ જી-હ્યુન સામે થશે.

saina nehwal badminton news pv sindhu sports news