ભારત સામેની હાર બાદ થાઇલૅન્ડના ફુટબૉલ ટીમના કોચની હકાલપટ્ટી

24 July, 2019 04:12 PM IST  | 

ભારત સામેની હાર બાદ થાઇલૅન્ડના ફુટબૉલ ટીમના કોચની હકાલપટ્ટી

થાઈલેન્ડે કોચને કાઢી મૂક્યા

ભારત સામે એશિયન કપ ફુટબૉલમાં શરમજનક હાર બાદ થાઇલૅન્ડે પોતાના ચીફ કોચ મિલોવાન રાજેવચને હટાવી દીધો હતો છતાં સર્બિયાના કોચે ભારતીય ટીમની ઘણી પ્રશંસા કરી હતી. થાઇલૅન્ડ ફુટબૉલ ફેડરેશને ભારતે ગઈ કાલે મેળવેલા ૪-૧થી વિજય બાદ રાજેવચને હટાવ્યો હતો. રાજેવચે કહ્યું હતું કે ‘ભારતીય ટીમ વિજયની હકદાર હતી. અમારે માટે ફસ્ર્ટ હાફ ઠીક રહ્યો હતો. ભલે અમે ગોલ ગુમાવ્યો હોય, પરંતુ સેકન્ડ હાફમાં ભારત વધુ આક્રમક થઈને કોઈ પણ પરિસ્થિતિમાં જીતવા માગતું હતું. બીજા હાફની શરૂઆતમાં જ અમે ગોલ ગુમાવ્યા. ત્યાર બાદ અમે વાપસીનો પ્રયાસ કર્યો. અમારી સૌથી મોટી સમસ્યા એ હતી કે અમે ભારતના આક્રમક અભિગમનો જવાબ આપી શક્યા નહોતા.’

આ પણ વાંચોઃ ક્યારેય વિચાર્યું નહોતું કે ભારત માટે આટલી મૅચો રમીશ : છેત્રી

એશિયા કપમાં ભારતનો ૧૯૬૪ બાદ આ પહેલો વિજય હતો. વર્લ્ડ કપ ૨૦૧૦માં ઘાનાને વર્લ્ડ કપ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચાડનાર મિલોવાન રાજેવચને એપ્રિલ ૨૦૧૭માં થાઇલૅન્ડનો કોચ બનાવાયો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ તેણે બે વર્ષના કૉન્ટ્રૅક્ટ કર્યા હતા, પરંતુ તાજેતરની નિષ્ફળતા બાદ તેને હટાવી દેવામાં આવ્યો હતો. ભારત હાલમાં ગ્રુપ-ખ્માં ટોચ પર છે. બાહરિન અને યજમાન યુએઈ વચ્ચે રમાયેલી પહેલી મૅચ ડ્રૉ રહી હતી.

football sports news