ફેડરરને પહેલા રાઉન્ડમાં હરાવી ચમક્યો સુમીત નગાલ

28 August, 2019 11:23 AM IST  |  ન્યુ યૉર્ક

ફેડરરને પહેલા રાઉન્ડમાં હરાવી ચમક્યો સુમીત નગાલ

સુમીત નગાલ

યુએસ ઓપનમાં પોતાની પ્રથમ ગ્રૅન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમી રહેલા ભારતના સુમીત નગાલે પહેલા રાઉન્ડમાં ૨૦ વખત ગ્રૅન્ડ સ્લેમ ચૅમ્પિયન રહેલા પ્લેયર રોજર ફેડરરને હરાવ્યો હતો જેના બાદ તે સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જોકે આ મૅચ સુમીત હારી ગયો હતો, પણ પહેલા સેટમાં જબરદસ્ત પર્ફોર્મ કરતાં તેણે ફેડરરને ૬-૪થી માત આપી હતી. પછીથી ફેડરરે મૅચમાં કમબૅક કરી સુમીતને બીજા, ત્રીજા અને ચોથા રાઉન્ડમાં અનુક્રમે ૬-૧, ૬-૨, ૬-૪થી હરાવ્યો હતો.

ફેડરરે મૅચ પત્યા બાદ સુમીતની પ્રશંસા પણ કરી હતી અને પહેલો સેટ જીતવા બદલ તેને અભિનંદન પણ આપ્યા હતા. ફેડરરે કહ્યું કે ‘મારા માટે એ પહેલો સેટ હતો તેમ છતાં સુમીત સારું રમ્યો માટે તે અભિનંદનને પાત્ર છે. મેં કેટલાક બૉલ મિસ કર્યા અને કેટલીક ભૂલો પણ કરી હતી.’

પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ રમનારા ભારતીય પ્લેયર સુમીત નગાલની પીઠ થપથાપવતો રોજર ફેડરર. તસવીર : પી.ટી.આઇ.

સામા પક્ષે સુમીતના નામમાં નગાલ આવતું હોવાથી તેને મહાન ટેનિસ પ્લેયર રાફેલ નડાલના નામની સાથે હસીમજાક કરવામાં આવી હતી તેમ છતાં ફેડરરે સુમીત માટે ભવિષ્યવાણી કરી હતી. તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે જે ટૅલન્ટ તેની પાસે છે, એનાથી તે પરિચિત છે અને કદાચ એટલે જ તેનું ભવિષ્ય ઉજ્જ્વળ રહેશે. હંમેશાં સારું પ્રદર્શન કરવું સરળ નથી હોતું, પણ તમે તમારાં સપનાંઓ પૂરાં કરવા જે પ્રમાણે રમો છો એ તમને આગળ લઈ જાય છે. મારા મતે આ ભારતીય પ્લેયરનું ભવિષ્ય ઉજ્જ્વળ છે.’

આ પણ વાંચો : US Open : સેરેના વિલિયમ્સે સતત 19મી વાર મારિયા શારાપોવાને હરાવી

આ પહેલાં સોમવારે ભારતના પ્રજનેશ ગુણેશ્વરને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. તે રશિયાના ડેનિલ મેદવેદેવ સામે ૬-૪, ૬-૧, ૬-૨થી હારી ગયો હતો.

tennis news roger federer united states of america sports news