ટેનિસ જગતમાંથી રિટાયરમેન્ટ લેતાં મારિયા શારાપોવાએ કહ્યું...ગુડબાય ટેનિસ

27 February, 2020 03:56 PM IST  |  Mumbai Desk

ટેનિસ જગતમાંથી રિટાયરમેન્ટ લેતાં મારિયા શારાપોવાએ કહ્યું...ગુડબાય ટેનિસ

ટેનિસ જગતમાં પાંચ વાર ગ્રૅન્ડ સ્લેમ જીતનાર અને લગભગ ૨૮ વર્ષથી લોકોનું મનોરંજન કરનાર પ્લેયર મારિયા શારાપોવાએ ટેનિસ જગતને ગુડબાય કહી રિટાયરમેન્ટ જાહેર કરી છે. રિટાયરમેન્ટની જાણકારી આપતાં મારિયાએ કહ્યું હતું કે ‘૨૮ વર્ષ પછી અને પાંચ ગ્રૅન્ડ સ્લેમ ટાઇટલ સાથે હવે હું નવા પ્રકારના માર્ગ પર નવાં શિખરો સર કરવા તૈયાર છું. મેં મારું જીવન ટેનિસને આપ્યું તો સામે ટેનિસે મને મારું જીવન ફરીથી પાછું આપ્યું. હું મારી ટીમને, મારા કોચને અને દરેક વાતોને બહુ યાદ કરીશ.’

છેલ્લા ઘણા સમયથી મારિયા ખભાના દુખાવાને કારણે તકલીફનો સામનો કરી રહી હતી. ૨૦૧૬માં ઑસ્ટ્રેલિયન ઓપન વખતે ડ્રગ ટેસ્ટમાં ફેલ થવાને લીધે તેના પર ૧૫ મહિનાનો પ્રતિબંધ મુકાયો હતો. ૨૦૦૪માં મારિયાએ ૧૭ વર્ષની ઉંમરે પહેલું ગ્રૅન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું, જ્યારે ૨૦૧૨માં ફ્રૅન્ચ ઓપન જીત્યું હતું. ૨૦૦૪માં તેણે સેરેના વિલિયમ્સને મહાત આપી વિમ્બલ્ડન પણ પોતાના નામે કર્યું હતું.

sports sports news tennis news