ઈરાની મહિલાઓ સ્ટેડિયમમાં જોઈ શકશે ફુટબૉલ મૅચ, ફિફાનો આદેશ

23 September, 2019 04:01 PM IST  |  પૅરિસ

ઈરાની મહિલાઓ સ્ટેડિયમમાં જોઈ શકશે ફુટબૉલ મૅચ, ફિફાનો આદેશ

ફુટબૉલ મૅચ

વિશ્વભરમાં જે પ્રમાણે ક્રિકેટના ચાહકો છે એ પ્રમાણે ફુટબૉલની મૅચના ચાહકો પણ અસંખ્ય છે. ઈરાનમાં રમાનારા આગામી ફિફા વર્લ્ડ કપ માટે ઈરાની મહિલાઓને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. એવામાં ફિફાએ ઈરાનને આદેશ આપતાં ઈરાની મહિલાઓને સ્ટેડિયમમાં ફુટબૉલ મૅચ જોવાની અને ફ્રી અનલિમિટેડ ઍક્સેસની પરવાનગી આપવાનો આદેશ આપ્યો છે.

વાસ્તવમાં થોડા દિવસ અગાઉ બનેલી એક ઘટનામાં પુરુષવેશમાં આવેલી મહિલા ફુટબૉલ-ચાહકનું આત્મદહન કરતાં મોત થયું હતું એને ધ્યાનમાં રાખીને ફિફાએ આ આદેશ આપ્યો છે. જોકે ઈરાનમાં શું પરિસ્થિતિ છે એ જોવા ફિફાના અધિકારીઓએ પણ ત્યાંની મુલાકાત લીધી હતી. ઈરાનમાં મહિલાઓ પર સ્ટેડિયમમાં બેસીને મૅચ જોવા પર ૧૯૮૧થી પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

football