sindhu બની બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય

25 August, 2019 07:03 PM IST  | 

sindhu બની બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય

 ઓલંપિક બ્રોન્ઝ મેડલ વિનર પી.વી. સિંધુએ રવિવારે સ્વિટ્ઝરલેન્ડમાં BWF બેડમિન્ટર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019ની ફાઈનલ જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. જાપાનની નોજોમી ઓકુહારાને હરાવીને પી.વી. સિંધુએ ઈતિહાસ રચ્યો છે. બેડમિન્ટના ભારતીય ઈતિહાસમાં આ પહેલા કોઈ પણ મહિલા કે પુરૂષ વર્ગમાં બેડમેન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યું ન હતું. આ જીત સાથે જ પી.વી. સિંધુ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય પ્લેયર બની ગઈ છે.

પી.વી સિંધુએ રવિવારે ફાઈનલમાં દુનિયાની ચોથા નંબરની જાપાનની પ્લેયર નોજોમી ઓકુહારાને હરાવીને પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડ રેન્કિંગમાં પાચમાં સ્થાને રહેલી સિંધુએ ઓકુહારાને 21-7 , 21-7થી હરાવી હતી. આ ગેમ 37 મિનિટ સુધી ચાલી હતી . આ જીત સાથે જ સિંધુએ ઓકુહારા સામે પોતાના હારના 9-7ના રેકોર્ડની બરાબરી પણ કરી છે.

વર્ષ 2017 અને 2018માં સિલ્વર અને 2013-2014માં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી સિંધુએ ગેમની શરૂઆતમાં 5-1થી બઢત બનાવી હતી અને થોડી જ મિનિટોમાં12-2થી આગળ થઈ ગઈ. ત્યારબાદ સિંધુએ પાછળ ફરીને ન જોયું અને એક પછી એક પોઈન્ટ મેળવીને 21-7થી સેટ પૂરો કર્યો હતો. ગેમના બીજા સેટમાં પણ શરૂઆતની કેટલીક મિનિટોમાં સિંધુ 8-2થી આગળ રહી હતી અને ત્યારબાદ ફરી એકવાર 21-7ના મોટા અંતરથી જીત પોતાના નામે કરી હતી.

world badminton championships sports news gujarati mid-day