સિંધુ અને નીરજ ચોપડા સ્પોર્ટ્સ પર્સન ઑફ ધ યર

24 July, 2019 03:29 PM IST  | 

સિંધુ અને નીરજ ચોપડા સ્પોર્ટ્સ પર્સન ઑફ ધ યર

પી. વી. સિંધુ

ઈએસપીએન ઇન્ડિયા મલ્ટિ-સ્પોર્ટ્સ અïવૉર્ડ દ્વારા ગઈ કાલે મુંબઈમાં આયોજિત ફંક્શનમાં ઑલિમ્પિક સિલ્વર-મેડલિસ્ટ પી. વી. સિંધુએ ફીમેલ અને સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ મેલ સ્પોર્ટ્સ પર્સન ઑફ ધ યરનો અવૉર્ડ જીત્યો હતો. સિંધુને ગયા વર્ષે ચીનમાં યોજાયેલી વર્લ્ડ ટૂર ફાઇનલ ટુર્નામેન્ટ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપના શાનદાર પર્ફોર્મન્સને આધારે આ અવૉર્ડ મળ્યો હતો. નીરજને ૨૦૧૮ની કૉમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ આ અવૉર્ડ મળ્યો હતો. ૨૦૧૮ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે શૂટિંગમાં ૧૬ મેડલ જીત્યા હતા, તેથી શૂટિંગ ટીમના કોચ જસપાલ રાણાનું ‘કોચ ઑફ ધ યર’ના અવૉર્ડથી બહુમાન કરવામાં આવ્યું હતું. અવૉર્ડ વિજેતા ૧૪ સભ્યોની સ્વતંત્ર જ્યુરીએ સિલેક્ટ કર્યા હતા, જેમાં અભિનવ બિન્દ્રા પણ સામેલ હતો.

સંપૂર્ણ અવૉર્ડ લિસ્ટ આ મુજબ છે

સ્પોર્ટ્સ પર્સન ઑફ ધ યર (મેલ) : નીરજ ચોપડા (ઍથ્લેટિક્સ)

સ્પોર્ટ્સ પર્સન ઑફ ધ યર (ફીમેલ) : પી. વી. સિંધુ (બૅડ્મિન્ટન)

કમબૅક ઑફ ધ યર : સાઇના નેહવાલ (બૅડ્મિન્ટન)

કોચ ઑફ ધ યર : જસપાલ રાણા (શૂટિંગ)

ઇમિજિંર્ગ સ્પોર્ટ્સ પર્સન ઑફ ધ યર : સૌરભ ચૌધરી (શૂટિંગ)

ટીમ ઑફ ધ યર : વિમેન્સ ટેબલ ટેનિસ ટીમ

મૅચ ઑફ ધ યર : અમિત પંઘલ વર્સસ હસનબોય ડુસ્માટોવ (બૉક્સિંગ)

દિવ્યાંગ ઍથ્લીટ ઑફ ધ યર : એકતા ભ્યાન (પૅરા-ઍથ્લેટિક્સ)

આ પણ વાંચો : IPL 2019 : રસેલના વાવાઝોડા સામે કોહલીની સેના ધ્વસ્ત, બેંગ્લોરની સતત 5મી હાર

મોમેન્ટ ઑફ ધ યર : વિમેન્સ ૪૦૦ મીટર રિલે

લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ : પ્રદીપકુમાર બૅનરજી (ફુટબૉલ)

pv sindhu sports news