IPL 2019 : રસેલના વાવાઝોડા સામે કોહલીની સેના ધ્વસ્ત, બેંગ્લોરની સતત 5મી હાર

બેંગ્લોર | Apr 06, 2019, 07:52 IST

કોલકત્તા અને બેંગ્લોર વચ્ચેની રોમાંચક મેચમાં આંદ્રે રસેલના વાવાઝોડા સામે બેંગ્લોર ફરી ધ્વસ્ત થઇ ગયું હતું અને કોલકત્તા ટીમે 5 વિકેટે જીત મેળવી હતી.

IPL 2019 : રસેલના વાવાઝોડા સામે કોહલીની સેના ધ્વસ્ત, બેંગ્લોરની સતત 5મી હાર
આંદ્રે રસેલ (PC : IPL)

આઇપીએલમાં શુક્રવારે રમાયેલી કોલકત્તા અને બેંગ્લોર વચ્ચેની રોમાંચક મેચમાં આંદ્રે રસેલના વાવાઝોડા સામે બેંગ્લોર ફરી ધ્વસ્ત થઇ ગયું હતું અને કોલકત્તા ટીમે 5 વિકેટે જીત મેળવી હતી. આમ બેંગ્લોર ટીમની ટુર્નામેન્ટમાં સતત પાંચમી હાર થઇ હતી. રસેલે 13 બોલમાં 48 રનની તોફાની ઇનીંગ રમીને કોલકત્તાને હારમાંથી બહાર લાવીને ઐતિહાસીક જીત અપાવી હતી. રસેલે પોતાની ઇનીંગમાં 7 છગ્ગા અને 1 ચોગ્ગો ફટાકાર્યો હતો. સુકાની કોહલી અને ડિવિલિયર્સના આકર્ષક અર્ધશતકની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં પોતાનું આક્રમક પ્રદર્શન કરતા કોલકાતા નાઇટરાઇડર્સને 3 વિકેટનાં નુકસાને 205 રનનો મોટો સ્કોર આપ્યો હતો. જો કે કોલકાતાનાં અંતે રમવા માટે આવેલ રસેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતની આશા છીનવી લીધી હતી.

કોહલી અને ડિવિલિયર્સની આક્રમક ઇનીંગ એળે ગઇ
બેગ્લોરના સુકાની કોહલીએ 49 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. તો ડિવિલિયર્સે 32 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 63 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. આ બંનેએ બીજી વિકેટ માટે મહત્વપૂર્ણ 108 રન જોડ્યા હતા. માર્ક્સ સ્ટોઈનિસે અંતિમ 13 બોલમાં 28 રન (નો.આ.) બનાવીને ટીમના સ્કોરને 200 પાર પહોંચાડ્યો હતો. ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં પ્રથમ છ ઈનિંગ્સમાં 50ના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહેલો કોહલી આજે પ્રારંભથી જ ફૂલ ફોર્મમાં જોવા મળ્યો હતો. આજે તેના તમામ શોટ જોવાલાયક હતા. કોહલીએ પાર્થિવ પટેલ (24 બોલમાં 25 રન) સાથે પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી નોંધાવી હતી. બેંગલુરુએ પહેલી 4 ઓવરમાં 41 રન બનાવી લીધા હતા.

કોહલીએ ટી20માં 8000 રન પૂરા
વિરાટ કોહલીએ કોલકત્તા સામેની મેચમાં 17 રન પૂરા કરવાની સાથે જ ટી20માં 8000 રન બનાવી લીધા છે. આ સાથે જ તે ટી20માં 8000 રન પૂરા કરનારો તે ભારતનો બીજો અને દુનિયાનો ચોથો ખેલાડી બની ગયો છે.


વિરાટ કોહલી IPL માં સૌથી વધુ રન કરનાર ખેલાડી બન્યો

વિરાટ કોહલી – 5110 રન
સુરેશ રૈના – 5086 રન
રોહિત શર્મા – 4600 રન
ડેવિડ વોર્નર – 4278 રન
રોબિન ઉથપ્પા – 4242 રન


આઇપીએલમાં સૌથી વધુ સદીની ભાગીદારી:

9- ગેલ/કોહલી
9- કોહલી/ડિવિલિયર્સૉ
6- ધવન/ વોર્નર
5- ગંભીર/ ઉથપ્પા


ટી-20માં સૌથી ઝડપી 8 હજાર રન કરનાર ખેલાડીઓ :

ક્રિસ ગેલ : 213 ઇનિંગ્સ
વિરાટ કોહલી : 243 ઇનિંગ્સ
ડેવિડ વોર્નર : 256 ઇનિંગ્સ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK