ચેન્નઈમાં બનશે પી. વી. સિન્ધુ બૅડ્મિન્ટન ઍકૅડેમી ઍન્ડ સ્ટેડિયમ

20 February, 2020 02:47 PM IST  |  Mumbai Desk

ચેન્નઈમાં બનશે પી. વી. સિન્ધુ બૅડ્મિન્ટન ઍકૅડેમી ઍન્ડ સ્ટેડિયમ

ઇન્ડિયાની ટૉપ બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિન્ધુના કરીઅરમાં વધુ એક માઇલસ્ટોન ઉમેરાયો છે. ચેન્નઈમાં તેના નામે એક ઍકૅડેમી અને સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે જેનો પહેલો પથ્થર સિન્ધુએ પોતે મૂક્યો હતો. પી. વી. સિન્ધુના સન્માનમાં ચેન્નઈમાં ઓમેગા સ્કૂલ ખાતે પી. વી. સિન્ધુ બૅડ્મિન્ટન ઍકૅડેમી અને સ્ટેડિયમ બનશે જે આગામી ૧૮-૨૪ મહિનામાં બનીને તૈયાર થશે. આ ઍકૅડેમી ઓમેગા સ્કૂલના વિદ્યાર્થીઓ અને બૅડ્મિન્ટન શીખવા ઇચ્છતા લોકો માટે ઓપન રહેશે. આ સેન્ટરમાં અંદાજે આઠથી વધારે કોર્ટ બનાવવામાં આવશે જે ઑલિમ્પિક અને વર્લ્ડ ચૅમ્પિયનશિપની યજમાની કરવામાં સક્ષમ હશે. અહીં ૧૦૦૦થી વધારે લોકોની બેઠક પણ બનાવાશે. જિમ અને ફિઝિયોની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે સિન્ધુએ કહ્યું કે ‘મારા નામે આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે એનો મને આનંદ છે. વ્યક્તિના જીવનમાં સંપૂર્ણ વિકાસ કરવા માટે સ્પોર્ટ્સ જરૂરી છે. શરૂઆતના તબક્કે આ ઘણું અઘરું હોય છે, પણ એક પ્લેયરે હંમેશાં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું જોઈએ.’

chennai p.v. sindhu pv sindhu sports news sports