પી.વી સિંધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં, ચીનની ચેન યૂ ફેઈને આપી માત

24 July, 2019 03:45 PM IST  | 

પી.વી સિંધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં, ચીનની ચેન યૂ ફેઈને આપી માત

પી.વી સિંધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં

બેડમિન્ટન સ્ટાર પ્લેયર પી.વી સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પહોંચી છે. બેડમિન્ટનની દુનિયામાં 5મો રેન્ક ધરાવતી સિંઘુએ શનિવારે ચીનની ચેન યૂ ફેઈને માત આપી હતી અને ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી હતી. આશરે 46 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સિંધુ અને ચેન યૂ ફેઈ વચ્ચે પહેલા રાઉન્ડમાં ભારે રસાકસી જોવા મળી હતી જ્યારે બીજો રાઉન્ડ આસાની થી સિંધુએ પોતાના નામે કર્યો હતો. સિંધુએ ચેન યૂ ફેઈને 21-19, 21-10થી માત આપી હતી. ચેન યૂ ફેઈ હાલ રેન્કિંગમાં પી. વી. સિંધુ કરતા આગળ ત્રીજુ સ્થાન ધરાવે છે.

પી.વી. સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલ મેચ જાપાનની અકાને યમાગુચી સામે રવિવારે રમશે. સિંધુ અને ચેન યૂ ફેઈ અત્યાર સુધી 8 વાગ આમને-સામને થઈ છે જેમાં બન્નેના નામે 4-4 જીત રહી છે. હવે સિંધુની નજર રવિવારે રમાનારી ફાઈનલ પર રહેશે. તે ફાઈનલમાં જાપનની અકાના યમાગુચી સામે રમશે. સિંધુ રવિવારે રમાનારી મેચ જીતીનને ઈન્ડોનેશિયન ઓપન જીતવા પ્રયત્ન કરશે

પી. વી. સિંધુએ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સિંધુએ વર્લ્ડ રેન્કિંગ 2 ધરાવતી ઓકુહારાને 21-14, 21-7 થી આસાન હાર આપી હતી.

p.v. sindhu badminton news gujarati mid-day