National Sports Day 2019: આવી રીતે પડ્યું નામ 'ધ્યાન ચંદ'

29 August, 2019 10:27 AM IST  |  મુંબઈ

National Sports Day 2019: આવી રીતે પડ્યું નામ 'ધ્યાન ચંદ'

આજે છે હૉકીના જાદૂગરનો જન્મદિવસ

મેજર ધ્યાનચંદ આખી દુનિયામાં હૉકીના જાદૂગરના નામથી જાણીતા છે. જેમણે પણ આ ધુરંધરને રમતા જોયા તેઓ તેના ફેન થઈ ગયા. જર્મનીના તાનાશાહ હિટલર હોય કે પછી ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ડૉન બ્રેડમેન. 29 ઑગસ્ટના દિવસે તેમનો જન્મદિવસ છે અને એટલે જ આ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

29 ઑગસ્ટ 1905માં ઉત્તરપ્રદેશનું ઈલાહાબાદ જે હવે પ્રયાગરાજના નામને જાણીતું છે, ત્યાં ધ્યાનચંદનો જન્મ થયો હતો. એવું કહેવાય છે કે ઈન્ટરનેશનલ હૉકીમાં આજસુધી ધ્યાનચંદ જેવું કોઈ ખેલાડી નથી થયું. તેઓ મેદાનમાં ઉતરતા હતા તો જાણે બૉલ તેની હૉકી સ્ટીક સાથે ચોંટી જતો હતો. તેમની આગેવાનીમાં ભારત 3 ગોલ્ડ મેડલ જીત્યું છે.

ધ્યાન સિંહ આવી રીતે બન્યા ધ્યાન ચંદ
માત્ર 16 વર્ષની ઉંમરમાં ભારતીય સેનામાં ભરતી થનારા ધ્યાનચંદનું સાચું નામ ધ્યાન સિંહ હતું. તેઓ પોતાની રમતને સુધારવા માટે પ્રેક્ટિસનો સમય કાઢતા રહેતા હતા. ત્યાં સુધી કે તે ચંદ્રના પ્રકાશમાં પણ પ્રેક્ટિસ કરતા હતા. જે જોઈને તેમા મિત્રોએ તેમના નામની સાથે ચાંદ ઉમેરી દીધું. જે ચંદ થઈ ગયું.

હૉકીના જાદૂગર કહેવાયા
ધ્યાનચંદે ખેલ પર એવી પકડ બનાવી હતી કે એકવાર જો બૉલ તેમની પાસે આવતો હતો તો તે પછી વિરોધીઓ સુધી નહોતા જવા દેતા. 1928ના ઓલંપિકમમાં તેણે કુલ 14 ગોલ કરીને ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમના આ પ્રદર્શન બાદ એક સ્થાનિક પત્રકારે તેમને હૉકીના જાદૂગર તરીકે નવાજ્યા હતા.

આ પણ જુઓઃ એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

નેધરલેન્ડમાં તોડવામાં આવી હતી હૉકી સ્ટીક
મેદાન પર જ્યારે ધ્યાનચંદ પાસે બૉલ આવતી તો તેઓ તેને લાંબા સમયથી સુધી પોતાની પાસે રાખતા હતા. તેમની આ પ્રતિભા પર નેધનરલેન્ડને શંકા થઈ એને ધ્યાનચંદની હૉકી સ્ટીક તોડીને એ વાતની ખાતરી કરવામાં આવી હતી કે તેમાં ચુંબક તો નથી ને..

hockey sports news