ભારતના શુટર સૌરભ ચૌધરીએ એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

11 November, 2019 08:30 PM IST  |  Mumbai

ભારતના શુટર સૌરભ ચૌધરીએ એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

શુટર સૌરભ ચૌધરી

ટોક્યો ઓલિમ્પિકને લઇને ભારત માટે એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. ત્યારે ભારતના 17 વર્ષીય શૂટર સૌરભ ચૌધરીએ દોહામાં ચાલી રહેલા એશિયન ચેમ્પિયનશિપમાં સોમવારે સિલ્વર મેડલ જીતી લીધો છે. સૌરભ 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં બીજા અને અભિષેક વર્મા પાંચમા સ્થાને રહ્યો હતો. બંને અગાઉ જ ઓલિમ્પિક કોટા મેળવી ચૂક્યા છે. સૌરભ ફાઇનલમાં 244.5 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને રહ્યો હતો. નોર્થ કોરિયાના કિમ સોન્ગ ગુકે 246.5 પોઈન્ટ્સ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈરાનના ફોરોઈ જાવેદે 221.8 પોઈન્ટ્સ બ્રોન્ઝ મેડલ જીત્યા હતો.



ઈરાન, ઉત્તર કોરિયા અને પાકિસ્તાનને પણ ઓલિમ્પિક કોટો મેળવ્યો
ક્વોલિફિકેશન રાઉન્ડમાં અભિષેક છઠા અને સૌરભે સાતમા સ્થાને રહ્યો હતો. ફાઇનલમાં અભિષેકે 181.5 પોઈન્ટ્સ મેળવ્યા હતા. આ સ્પર્ધામાં ઓલિમ્પિક એર પિસ્ટોલ કોટા ઈરાન, નોર્થ કોરિયા અને પાકિસ્તાનને મળ્યા છે. ભારત અને ચાઈના પહેલેથી બે કોટા મેળવી ચૂક્યા છે.

આ પણ જુઓ : 52 વર્ષે પણ એટલા જ ખૂબસુરત લાગે છે અંજલિ તેંડુલકર

તેજસ્વિનીએ પણ ટોક્યો ઓલિમ્પિકની ક્વોલિફાઈંગમાં પ્રવેશ મેળવ્યો
શૂટર તેજસ્વિની સાવંતે ટોક્યો ઑલિમ્પિકની ક્વૉલિફાઇંગ ગેમમાં પ્રવેશ મેળવીને દેશ માટે બારમો ક્વોટા હાંસલ કર્યો છે. તેણે મહિલાઓની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન ઇવેન્ટમાં સફળતા મેળવી હતી. ૧૪મી એશિયન ચૅમ્પિયનશિપમાં ૧૧૭૧ પૉઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને રહી તેણે આ ક્વોટા પ્રાપ્ત કર્યો હતો. ચાઇનાની શી મેન્ગયાઓ ૧૧૭૮ પૉઇન્ટ્સ સાથે નંબર-વન રહી હતી. તેજસ્વિની પહેલાં શુક્રવારે ચિન્કી યાદવે ૨૫ મીટર રૅપિડ પિસ્તોલ ઇવેન્ટમાં દેશ માટે ૧૧મો ક્વોટા હાંસલ કર્યો હતો.

sports news tokyo