ભારતીય બિલિયર્ડ સ્ટાર પંકજ અડવાણી 22મું વર્લ્ડ ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો

15 September, 2019 08:00 PM IST  |  Mumbai

ભારતીય બિલિયર્ડ સ્ટાર પંકજ અડવાણી 22મું વર્લ્ડ ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો

પંકજ અડવાણી

Mumbai : બિલિયર્ડ ક્ષેત્રે ભારતનો યુવા ખેલાડી પંકજ અડવાણીએ શાનદાર પ્રદર્શન કરતા 22મું વર્લ્ડ ટાઇટલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. પંકડ અડવાણીએ ક્યુ સ્પોર્ટ્સમાં 150 અપ ફોર્મેટમાં સતત ચોથું IBSF વર્લ્ડ બિલિયર્ડ્સનું ટાઇટલ જીતી લીધું છે. બિલિયર્ડના આ નાના ગણાતા ફોર્મેટમાં પંકજે છેલ્લા 6 વર્ષમાં કુલ પાંચ ટાઇટલ પોતાના નામે કર્યા છે. મહત્વનું છે કે ગત વર્ષે પણ તેણે આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પંકજ અડવાણીએ ફાઇનલ મેચમાં સ્થાનિક ખેલાડી દાવેદા થ્વાય સામે 6-2 થી આસાન જીત મેળવી હતી.

પંકજ અડવાણીએ ફાઇનલ મેચમાં 3-0થી લીડ મેળવી મેચમાં શાનદાર શરૂઆત કરી હતી

ભારતીય બિલિયર્ડ સ્ટાર પંકજ અડવાણીએ ફાઇનલ મેચમાં શાનદાર શરૂઆત કરી અને 145, 89 અને 127ના બ્રેકની સાથે 3-0ની લીડ મેળવી લીધી હતી. થ્વાય ઓએ 63 અને 62ના બ્રેકની સાથે આગામી ફ્રેમ જીતી હતી. અડવાણીએ ત્યારબાદ 150ના અતૂટ બ્રેક અને 74ના બ્રેકની સાથે આસાનીથી મુકાબલો જીતી લીધો જેથી થ્વાય ઓ મેં સતત બીજા વર્ષે સિલ્વર મેડલથી સંતોષ કરો પડ્યો હતો.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

પંકજ અડવાણીથી વધુ હજુ સુધી કોઇ પણ ખેલાડીએ વર્લ્ડ ક્યુનું ટાઇટલ આટલી બધીવાર નથી જીત્યું
બિલિયર્ડ સ્ટાર પંકજ અડવાણીથી વધુ વિશ્વ ક્યૂ ટાઇટલ કોઈ ખેલાડીએ જીત્યા નથી. અડવાણીએ
22મું ટાઇટલ જીત્યા બાદ કહ્યું, 'પ્રત્યેક વર્ષે જ્યારે પણ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાલ લઉ છું, એક વસ્તુ સ્પષ્ટ હોય છે- મારી પ્રેરણામાં કોઈ કમી નથી. આ જીત તે વાતનો પૂરાવો છે કે મારી ભૂખ અને મારા અંદરની આગ યથાવત છે.' અડવાણીએ 24 કલાકની અંદર સ્નૂકરમાં લય હાસિલ કરવી પડશે કારણ કે તેણએ આઈબીએસએફ વિશ્વ 6 રેડ સ્નૂકર અને વિશ્વ ટીમ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો છે.

sports news