ક્રિકેટઘેલા ભારતમાં ફુટબૉલની પ્રગતિ અકલ્પનીય : મિકાહ

24 November, 2019 01:16 PM IST  |  Mumbai Desk

ક્રિકેટઘેલા ભારતમાં ફુટબૉલની પ્રગતિ અકલ્પનીય : મિકાહ

ઇંગ્લિશ ફુટબૉલ ક્બલ મેન્ચેસ્ટર સિટીનો ભૂતપૂર્વ સ્ટાર ડિફેન્ડર મિકાહ રિચાર્ડ્સ આજકાલ મુંબઈમાં બાળકોને ફુટબૉલનું જ્ઞાન આપી રહ્યો છે સાથે ઇન્ડિયા ટ્રોફી ટૂર હેઠળ મેન્ચેસ્ટર સિટીની ૨૦૧૮-૧૯ની રેકૉર્ડ-બ્રેકિંગ સીઝનમાં જીતેલી અઢળક ટ્રોફીઓનું પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રોફી ટૂરની ઑફિ‌શ્યલ મોબાઇલ ફોટોગ્રાફી પાર્ટનર ટેક્નો મોબાઇલ્સની એક ઇવેન્ટ દરમ્યાન ભારતમાં ફુટબૉલના વિકાસ વિશે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘ભારતીય ચાહકોનો જુસ્સો જોરદાર છે. ક્રિકેટઘેલા આ દેશમાં જે રીતે ફુટબૉલનો વિકાસ થઈ રહ્યો છે એ અકલ્પનિય છે.’

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

sports news sports football