પ્રૂફના અભાવે નેમાર વિરુદ્ધ રેપનો કેસ દાખલ ન કર્યો પોલીસે

31 July, 2019 10:58 AM IST  |  સાઓ પોલો

પ્રૂફના અભાવે નેમાર વિરુદ્ધ રેપનો કેસ દાખલ ન કર્યો પોલીસે

નેમાર

બ્રાઝિલની પોલીસે ફૂટબૉલના સ્ટાર પ્લેયર નેમાર વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવાની ના પાડી દીધી છે. બે મહિના પહેલાં નેમારે પૅરિસમાં એક મહિલા પર બળાત્કાર કર્યો હોવાનો તેણે આરોપ મૂક્યો છે જેમાં પુરાવા ન હોવાથી પોલીસે કેસ દાખલ કરવાની ના પાડી હતી. એક બ્રાઝિલ સમાચાર પત્રના મતે નજીલા ટ્રીંડાડે મેન્ડેસ ડીસોઝા દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં વિરોધાભાસ મળતાં ચાર્જ દાખલ કરવાની ના પાડી હતી. જોકે પોલીસ કોઈ પણ જાતના પુરાવા કે ડૉક્ટરના રિપોર્ટ વિના તપાસ કરી રહી હતી. મેન્ડેસ અને નેમારની મુલાકાત ઇન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી.

આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટ માટે વર્લ્ડ ચૅમ્પિયનશિપ સારી તક છે : સ્ટીવ વૉ

૨૬ વર્ષની મૉડલ મેન્ડેસને નેમારે પૅરિસ માટેની ફ્લાઇટની ટિકિટ મોકલી હતી અને રહેવા માટે હોટેલનું ભાડું પણ ચૂકવ્યું હતું. મેન્ડેસ તેની સાથે સેક્સ કરવા માટે ગઈ હતી, પરંતુ નેમાર પાસે કોન્ડમ ન હોવાથી તેણે વિચાર બદલી કાઢ્યો હતો. આ કારણસર નેમારે તેના પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ તેણે મૂક્યો હતો.

neymar football sports news