સિંધુ અને સાઈના જીતી લાવશે ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપ ટાઈટલ?

24 July, 2019 03:35 PM IST  | 

સિંધુ અને સાઈના જીતી લાવશે ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપ ટાઈટલ?

સાઇના નેહવાલ

આજથી શરૂ થતી ઑલ ઇંગ્લૅન્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપમાં ભારતની સ્ટાર શટલરો પી. વી. સિંધુ અને સાઇના નેહવાલ ૧૮ વર્ષ પછી પહેલી વખત ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. પી. વી. સિંધુ અને સાઇના નેહવાલના મેન્ટોર અને વર્તમાન ચીફ નૅશનલ કોચ પુલેલા ગોપીચંદ ભારત વતી ૨૦૦૧માં આ ટાઇટલ જીતનાર છેલ્લા ભારતીય ખેલાડી હતા. ફક્ત બૅડ્મિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) રૅન્કિંગના ટૉપ ૩૨ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ક્વૉલિફાઈ થયા છે અને ભારત તરફથી ફક્ત ૩ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ત્રીજો ભારતીય કિદામ્બી શ્રીકાંત છે જે મેન્સ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ઑલિમ્પિક્સ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપની સિલ્વર-મેડલિસ્ટ સિંધુનો મુકાબલો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર ૨ સાઉથ કોરિયાની સુન્ગ જી હ્યુમ સામે થશે. લંડન ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ-મેડલિસ્ટ સાઇના નેહવાલ સ્કોટલૅન્ડની ક્રિસ્ટી ગિલ્મર સામે પોતાની પહેલી મૅચ રમશે. સિંધુ સુન્ગ જી સામે ૮-૬થી અને સાઇના ક્રિસ્ટી સામે ૬-૦ની પ્રભાવશાળી લીડ ધરાવે છે. ગયા વર્ષે સુન્ગ જીએ ત્રણમાંથી બે વખત સિંધુને હરાવી હતી. જો સિંધુ તેની સામે જીતશે તો બીજા રાઉન્ડમાં રશિયાની ઇવગેનિયા કોસેત્કોવા અથવા હૉન્ગકૉન્ગની ચેન્ગ ન્ગાન યેઈ સામે રમશે.

saina nehwal pv sindhu tennis news