પાન્ડા બન્યો 2022 બીજિંગ વિન્ટર ઑલિમ્પિક્સનો માસ્કોટ

20 September, 2019 11:24 AM IST  |  બીજિંગ

પાન્ડા બન્યો 2022 બીજિંગ વિન્ટર ઑલિમ્પિક્સનો માસ્કોટ

પાન્ડા

૨૦૨૨માં બીજિંગમાં થનારા વિન્ટર ઑલિમ્પિક્સ અને પેરાલમ્પિક્સ માટે મંગ‍ળવારે યોજાયેલા એક કાર્યક્રમમાં આ ઇવેન્ટના માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ વખતે એક હસતો પાન્ડા જેનું નામ બિંગ ડ્વીન ડ્વીન છે એને માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ચીની ભાષામાં બિંગનો અર્થ આઇસ (બરફ) જ્યારે ડ્વીન ડ્વીનનો અર્થ ઇમાનદારી, ઉત્સાહ અને સ્વાસ્થ્ય થાય છે. આ પહેલાં પણ ૧૯૯૦માં બીજિંગમાં થયેલી એશિયન ગેમ્સ અને ૨૦૦૮ની બીજિંગ સમર ઑલિમ્પિકના માસ્કોટ તરીકે પાન્ડાને જ પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ચાઇના ઓપનમાં સિંધુ, સાઈ પ્રણીતની લડત જારી : સાઇનાની એક્ઝિટ

પાન્ડા ઉપરાંત જે બીજું માસ્કોટ છે એ પેરાલમ્પિકનું પ્રતિનિધિ કરે છે. એનું નામ છે શુયે ર્હોન ર્હોન. શુયેનો અર્થ છે બરફ અને ર્હોન ર્હોનનો અર્થ છે સમાવિષ્ટતા. આ બન્ને માસ્કોટને ૩૫ દેશોએ સાથે મળીને સ્વીકૃતિ આપી છે.

sports news