ચાઇના ઓપનમાં સિંધુ, સાઈ પ્રણીતની લડત જારી : સાઇનાની એક્ઝિટ

Updated: Sep 20, 2019, 11:23 IST | ચીન

સાઇના નેહવાલને ટુર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે.

સાઇના
સાઇના

હાલમાં ચાલી રહેલા ચાઇના ઓપન સુપર ૧૦૦૦ ટુર્નામેન્ટમાં ભારતીય સ્ટાર પ્લેયર પી.વી. સિન્ધુ ઑલિમ્પિકની ભૂતપૂર્વ ગોલ્ડ મેડલિસ્ટ લી ક્ષુરુઈને હરાવીને આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે, જ્યારે સાઇના નેહવાલને ટુર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે.

લગભગ ૩૪ મિનિટ ચાલેલી ગેમમાં સિન્ધુએ લી ક્ષુરુઈને ૨૧-૧૮, ૨૧-૧૨થી હરાવી હતી, જ્યારે સાઇનાને લંડન ઑલિમ્પિકની બ્રૉન્ઝ મેડલિસ્ટ થાઇલૅન્ડની બુસાનન ઑન્ગબામૃંગફએ અંદાજે ૪૪ મિનિટની ગેમમાં ૧૦-૨૧, ૧૭-૨૧થી માત આપી હતી. સામા પક્ષે બી. સાઈ પ્રણીતે પુરુષ એકલ વર્ગની કૅટેગરીમાં થાઇલૅન્ડના સુપ્પાન્યુ અ‍વીહિંગ્સનને ૨૧-૧૯, ૨૧-૨૩, ૨૧-૧૪થી માત આપી હતી. પ્રણીત આગલા રાઉન્ડમાં હવે ચાઇનાના લુ ગુઆન્ગઝુ સામે રમશે. આ ઉપરાંત પ્રણવ જેરી ચોપડા અને એન. સિક્કી રેડ્ડીની જોડી માર્ક લેમ્સફુફ અને ઇઝાબેલ હૅરટ્ટીચ સામે ૧૨-૨૧, ૨૧-૨૩થી હારી ગઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK