૧૫ વર્ષની શેફાલી ખૂબ ટૅલન્ટેડ છે, યોગ્ય તક મળી તો ચમકારો બતાવી શકે છે

28 September, 2019 05:44 PM IST  |  મુંબઈ

૧૫ વર્ષની શેફાલી ખૂબ ટૅલન્ટેડ છે, યોગ્ય તક મળી તો ચમકારો બતાવી શકે છે

ફિટ હૈ તો હિટ હૈ : ગુરુવારે એક વૉકેથૉનની જાહેરાત દરમ્યાન જમ્પ મારીને ફિટનેસ-ટેસ્ટ આપી રહેલી મિતાલી રાજ. તસવીર : બિપિન કોકાટે

મુંબઈ : (પી.ટી.આઇ.) ભારતીય મહિલા ક્રિકેટની કૅપ્ટન મિતાલી રાજે ૧૫ વર્ષની યુવા પ્લેયર શેફાલી વર્માનાં વખાણ કરતાં કહ્યું છે કે તે આવનારા સમયમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર તરીકે સારું પર્ફોર્મ કરી શકે છે. શેફાલી વિશે વધુ જણાવતાં મિતાલીએ કહ્યું હતું કે ‘મારું ગંભીરપણે વિચારવું છું કે શેફાલીમાં ઘણું ટૅલન્ટ છે. તેને બસ સારી ટ્રેઇનિંગ અને સારા મેન્ટરની જરૂર છે. એ ભારતનું ભાવિ છે. જોકે અમને આઇસીસી ચૅમ્પિયનશિપમાં રૅન્કિંગ્સ નથી હોતો છતાં હું પ્રયાસ કરીશ કે વન-ડેમાં અમે સારું પર્ફોર્મ કરીએ, કેમ કે એનાથી યુવા પ્લેયરોને આગળ આ‍વવાની તક મળશે. આ વાતનો ફાયદો અમને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં મળશે.’

મિતાલીએ વધુમાં જણાવ્યું હતું કે ટી૨૦ ક્રિકેટના આગમન પછી ફિટનેસનું મહત્ત્વ વધી ગયું છે.

mithali raj cricket news sports sports news