ગુજરાતમાં મણિપુરી જંગ : મીરાબાઈ ચાનુને ગોલ્ડ, સંજીતા ચાનુ સિલ્વર મેડલથી સંતુષ્ટ

01 October, 2022 02:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઓડિશાની આદિવાસી સમાજની સ્નેહા સોરેને કુલ ૧૬૯ કિલો વજન ઊંચકીને બ્રૉન્ઝ મેળવ્યા હતો

ગોલ્ડ મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ

ગુજરાતમાં ગુરુવારે સત્તાવાર રીતે ૩૬મી નૅશનલ ગેમ્સનો આરંભ થયો હતો અને એમાં મહિલાઓની વેઇટલિફ્ટિંગની હરીફાઈમાં મણિપુરની મીરાબાઈ ચાનુએ ૪૯ કિલો વર્ગમાં સૌથી વધુ ૧૯૧ કિલો (સ્નૅચમાં ૮૪ કિલો, ક્લીન ઍન્ડ જર્કમાં ૧૦૭ કિલો) ઊંચકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેના જ રાજ્યની સંજીતા ચાનુ તરફથી મીરાબાઈએ જોરદાર હરીફાઈનો સામનો કરવો પડ્યો હતો. જોકે સંજીતાએ તેનાથી ૪ કિલો ઓછું વજન ઊંચક્યું હતું અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. સંજીતાએ સ્નૅચમાં ૮૨ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૦૫ કિલો સહિત કુલ ૧૮૭ કિલો વજન ઊંચકીને બીજું સ્થાન મેળવ્યું હતું. ઓડિશાની આદિવાસી સમાજની સ્નેહા સોરેને કુલ ૧૬૯ કિલો વજન ઊંચકીને બ્રૉન્ઝ મેળવ્યા હતો.

મહિલા કબડ્ડીમાં મહારાષ્ટ્ર-હિમાચલ વચ્ચે ફાઇનલ

અમદાવાદમાં ગઈ કાલે નૅશનલ ગેમ્સની વિમેન્સ કબડ્ડીમાં મહારાષ્ટ્રએ સેમી ફાઇનલમાં તામિલનાડુને ૪૫-૨૫થી અને હિમાચલ પ્રદેશે હરિયાણાને અત્યંત રસાકસીભરી સેમીમાં ૨૮-૨૭થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. મહારાષ્ટ્ર-હિમાચલ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો થશે.

sports sports news