ઍથ્લિટ્સ માટેના પૂઠાના પલંગ ખૂબ જ મજબૂત છેઃ આયોજકોનો દાવો

20 July, 2021 12:46 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

દર ચાર વર્ષે રમાતી ઑલિમ્પિક ગેમ્સ દરમ્યાન હજારો ઍથ્લિટ્સ ઑલિમ્પિક્સ વિલેજમાં રહેતા હોય છે અને તેઓમાંના કેટલાક ઍથ્લિટ્સ સેક્સ માણતા હોય છે.

ઍથ્લિટ્સ માટેના પૂઠાના પલંગ ખૂબ જ મજબૂત છે

દર ચાર વર્ષે રમાતી ઑલિમ્પિક ગેમ્સ દરમ્યાન હજારો ઍથ્લિટ્સ ઑલિમ્પિક્સ વિલેજમાં રહેતા હોય છે અને તેઓમાંના કેટલાક ઍથ્લિટ્સ સેક્સ માણતા હોય છે. સત્તાવાળાઓ તરફથી દરેક ઍથ્લિટની રૂમમાં કૉન્ડોમ પણ વહેંચવામાં આવતાં હોય છે જેથી તેઓ સેફ-સેક્સનો માર્ગ અપનાવે. જોકે આ વખતે મહામારીનો સમય છે અને એવામાં ૨૩ જુલાઈએ ટોક્યોમાં શરૂ થનારી ઑલિમ્પિક્સ દરમ્યાન કોઈ ઍથ્લિટ સેક્સનો રાહ અપનાવે તો કોરોના વાઇરસ ફેલાવાનો ભય વધી શકે.
આ સંજોગોમાં ઍથ્લિટ્સને સેક્સથી દૂર રાખવાના ઇરાદાથી ગેમ્સના વિલેજની રૂમમાં પૂઠાના પલંગ બેસાડવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ આવા ૧૮,૦૦૦ પલંગ બેસાડાયા છે અને એવા અમુક પલંગના ફોટો અમેરિકી મેડલવિજેતા રનર પૉલ કેલિમોએ ટ્વિટર પર અપલોડ કર્યા છે. ટૂંકમાં, દરેક પલંગ એક વ્યક્તિનું વજન ખમી શકે એ રીતે બનાવાયા છે. આવા પલંગનું ટકાઉપણું ચર્ચાસ્પદ બન્યું છે. જો કોઈક કારણસર પૂઠાના આ પલંગ ભીના થાય તો એ નીચે બેસી જઈ શકે. જોકે, આયોજકોઅે દાવો કયોર઼્ છે કે આ પલંગ મજબૂત છે.
‍આ પલંગ મજબૂત છે જ, કારણ કે આયરલૅન્ડના રિસ મૅક્લેનઍગન નામના જિમ્નૅસ્ટે ટ્વિટર પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તેને પૂઠાના પલંગ પર કૂદકા મારતો બતાવાયો છે. આયોજકોઅે સોશ્યલ મિડિયામાં બેડની મજબૂતાઈ પર પ્રકાશ પાડવા બદલ રિસનો આભાર માન્યાે છે.

sports news tokyo olympics 2020