રેસલર વિનેશ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નોમિનેટ થનારી પહેલી ભારતીય

24 July, 2019 04:07 PM IST  |  સ્પોર્ટ્સ ડેસ્ક

રેસલર વિનેશ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નોમિનેટ થનારી પહેલી ભારતીય

વિનેશ ફોગાટે 2018 એશિયન ગેમ્સ અને ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. (ફાઇલ)

વિનેશ ફોગાટને 2018 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ એવોર્ડ્સ માટે નોમિનેટ થનારી તે પહેલી ભારતીય છે. તેને ગોલ્ફર ટાઈગર વુડ્સની સાથે 'વર્લ્ડ કમબેક ઓફ ધ યર' કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. વિજેતાઓની જાહેરાત 18 ફેબ્રુઆરીના રોજ અહીંયા થનારા લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ કાર્યક્રમમાં કરવામાં આવશે. આ એવોર્ડ્સ વર્ષ 2000માં શરૂ કરવામાં આવ્યા હતા. વિજેતાઓનું સિલેક્શન લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડેમીના 66 સભ્યો કરે છે. આ એવોર્ડ્સ ગત કેલેન્ડર વર્ષમાં પર્ફોર્મન્સના આધારે મેલ અને ફીમેલ એથલીટને આપવામાં આવે છે.

વિનેશ આ એવોર્ડ માટે સિલેક્ટ થનારી એકમાત્ર ભારતીય એથલીટ છે. આ પહેલા 2004માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનની સાથે લોરિયસ સ્પોર્ટ્સ ફોર ગુડ એવોર્ડ શેર કર્યો હતો. ત્યારે બંને ટીમોને ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ છતાં આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2014માં ભારતીય એનજીઓ મેજિક બસ પણ આ એવોર્ડ જીતી ચૂકી છે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટ: સામાન્ય પરિવારથી એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક સુધીની સફર

ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા પહેલવાન વિનેશે 2018 એશિયન ગેમ્સ અને ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. હરિયાણાના ભિવાનીમાં રહેતી 24 વર્ષીય વિનેશને 2016માં રિયો ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેણે ગયા વર્ષે શાનદાર વાપસી કરી હતી અને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા.

sports news wrestling