આબિદ અલીની અણનમ ડબલ સેન્ચુરી

09 May, 2021 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝિમ્બાબ્વે સામે બીજી ટેસ્ટ મૅચના ગઈ કાલે બીજા દિવસે પાકિસ્તાને ૮ વિકેટે ૫૧૦ રન બનાવીને પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં ઝિમ્બાબ્વેએ ચાર વિકેટે બાવન રન બનાવ્યા હતા.

આબિદ અલી

ઝિમ્બાબ્વે સામે બીજી ટેસ્ટ મૅચના ગઈ કાલે બીજા દિવસે પાકિસ્તાને ૮ વિકેટે ૫૧૦ રન બનાવીને પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં ઝિમ્બાબ્વેએ ચાર વિકેટે બાવન રન બનાવ્યા હતા. પહેલા દિવસે અઝહર અલીના ૧૨૬ રન બાદ ગઈ કાલે ઓપનર આબિદ અલીએ કરીઅરની પ્રથમ ડબલ સેન્ચુરી સાથે અણનમ ૨૧૫ રન બનવ્યા  હતા. નવમા ક્રમાંકે રમવા આવેલો સ્પિનર નૌમન અલીએ ૧૦૪ બૉલમાં પાંચ સિક્સર અને ૯ ફોર સાથે તડાફડી બોલાવી દીધી હતી, પણ માત્ર ૩ રનથી કરીઅરની પ્રથમ સેન્ચુરી ચૂકી ગયો હતો.

આ મૅચમાં પાકિસ્તાને ૩૬ વર્ષ અને ૧૪૬ દિવસની ઉંમરે તાબિશ ખાનને પ્રથમ ટેસ્ટ રમવાનો મોકો આપ્યો હતો. ર્ફ્સ્ટ ક્લાસ મૅચ અને ૪૯૫ વિકેટ બાદ આખરે તાબિશને નૅશનલ ટીમમાં એન્ટ્રી મળી હતી.

zimbabwe pakistan cricket news sports news