હરારે ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ઝિમ્બાબ્વેએ 220 રનમાં ગુમાવી 9 વિકેટ

10 May, 2021 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હરારેમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાન નિશ્ચિત વિજય તરફ આગળ વધી રહ્યું છે. યજમાન ઝિમ્બાબ્વે ૦-૨થી સિરીઝ હારે એવી શક્યતા છે.

ગઈ કાલે પાંચ વિકેટ લેનાર પાકિસ્તાનનો બોલર હસન અલી. પી.ટી.આઇ.

હરારેમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાન નિશ્ચિત વિજય તરફ આગળ વધી રહ્યું છે. યજમાન ઝિમ્બાબ્વે ૦-૨થી સિરીઝ હારે એવી શક્યતા છે. પહેલી ઇનિંગ્સમાં ૮ વિકેટે ૫૧૦ રન બનાવ્યા બાદ પાકિસ્તાને ઝિમ્બાબ્વેને માત્ર ૧૩૨ રનમાં જ ઑલઆઉટ કરી નાખ્યું હતું, જેમાં બોલર હસન અલીએ ૨૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ફૉલોઑન બાદ બીજી ઇનિંગ્સની શરૂઆતમાં ઝિમ્બાબ્વેએ થોડી લડત આપી હતી અને એક તબક્કે બે વિકેટે ૧૪૨ રન કર્યા હતા, પરંતુ ટેલર (૪૯) અને ચકાબા (૮૦)ની વિકેટ બાદ ટીમનું પતન થયું હતું. મૅચનો સમય પૂરો થયો ત્યારે ઝિમ્બાબ્વેએ ૨૨૦ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં નોમાન અલીએ પાંચ વિકેટ તો શાહિદે ૪ વિકેટ લીધી હતી. એ પહેલાં પાકિસ્તાને આબિદ અલીના અણનમ ૨૧૫ રન અને અઝહર અલીના ૧૨૬ રનની મદદથી પહેલી ઇનિંગ્સમાં ૫૧૦ રન બનાવ્યા હતા.

cricket news sports news zimbabwe pakistan