ઝહીર ફિટ છે પણ ફૉર્મમાં નથી

22 December, 2011 09:03 AM IST  | 

ઝહીર ફિટ છે પણ ફૉર્મમાં નથી

 

તે પૂરો ફિટ લાગે છે, પરંતુ પ્રથમ દાવમાં તે ૪૧ રનમાં વિકેટ નહોતો લઈ શક્યો ત્યાર પછી ગઈ કાલે બીજા દાવમાં ૧૩ રનમાં પણ તે એક પણ શિકાર નહોતો કરી શક્યો.

આ પ્રૅક્ટિસ-મૅચ હતી એટલે પ્રથમ દાવમાં જરા પણ બોલિંગ ન કરનાર ઇશાન્ત શર્માને ગઈ કાલે સેકન્ડ ઇનિંગ્સમાં હરીફ ટીમે બોલિંગ કરવા દીધી હતી. તેની ચાર ઓવરમાં ૧૮ રન બન્યા હતા, પરંતુ તેને પણ વિકેટ નહોતી મળી.

ગઈ કાલે ભારતે બીજો દાવ બે વિકેટે ૯૦ રને ડિક્લેર કરીને હરીફોને ૩૦ ઓવરમાં જીતવા ૧૪૫નો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ૩૦મી ઓવરને અંતે તેમનો સ્કોર વિના વિકેટે ૧૦૦ રન હતો અને મૅચ ડ્રૉ જાહેર થઈ હતી.

વીરેન્દર સેહવાગ ફસ્ર્ટ ઇનિંગ્સના ૧૨ રન પછી ગઈ કાલે બીજા દાવમાં માત્ર ૮ રન બનાવી શક્યો હતો. અજિંક્ય રહાણે આ ટૂરમાં સતત ત્રીજી વખત ફ્લૉપ ગયો હતો. ગૌતમ ગંભીર ૪૨ રને નૉટઆઉટ રહ્યો હતો. તેની સાથે રોહિત શર્મા ૩૮ રને અણનમ હતો.

હવે સોમવારે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૦૦) શરૂ થશે.

===========