23 November, 2026 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BJPના સંસદસભ્ય અમરપાલ મૌર્ય સાથે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ.
છેલ્લાં ૩ વર્ષથી ઇન્ટરનૅશનલ ક્રિકેટથી દૂર રહેલો ૩૬ વર્ષનો ભારતીય ટીમનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ BJPમાં જોડાયો છે. યુઝવેન્દ્ર ચહલની નિમણૂક પક્ષના OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં ‘વિશેષ આમંત્રિત’ સભ્ય તરીકે કરવામાં આવી છે. યુઝવેન્દ્ર ચહલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું કે ‘BJP પરિવારમાં મને સ્થાન અને સન્માન આપવા બદલ હું આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આદરણીય ગૃહપ્રધાન અમિત શાહ, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરપાલ મૌર્યનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.’