આખરે યુવરાજનો મળ્યો ખરીદદાર, મુંબઈએ એક કરોડમાં ખરીદ્યો

14 February, 2019 01:16 PM IST  | 

આખરે યુવરાજનો મળ્યો ખરીદદાર, મુંબઈએ એક કરોડમાં ખરીદ્યો

IPL 2019 માટે થઇ નિલામી

આગામી વર્ષે થનારા IPLની 12મી સિઝન માટે જયપુરમાં નિલામી થઈ. જેમાં યુવરાજ સિંહને મુંબઈએ એક કરોડમાં ખરીદ્યો. આ નીલામીમાં ગુજરાતી ખેલાડી જયદેવ ઉનડકટ 8 કરોડ 40 લાખમાં વેચાયા. સાથે જ વરુણ ચક્રવર્તીને પંજાબે 8 કરોડ 40 લાખમાં ખરીદ્યો. જેની સાથે આ બંને IPLમાં વેચાનારા સૌથી મોંઘા ખેલાડી બની ગયા. વિદેશી ખેલાડીઓમાં સૈમ કુર્રન વેચાયા. જેમને પંજાબે 7 કરોડ 20 લાખમાં ખરીદ્યા.

 

ઉનડકટ વેચાયો સૌથી મોંઘી કિંમતે


આઇપીએલની આ હરાજીમાં હજુ સુધી જયદેવ ઉનડકટ અને અનકેપ્ડ વરૂણ ચક્રવર્તી સૌથી મોંઘા ખેલાડીઓ રહ્યા. આ બંનેને અનુક્રમે 8 કરોડ ચાલીસ લાખમાં રાજસ્થાન અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ખરીદ્યા. ઉલ્લેખનીય છે કે ઉનડકટ ગયા વર્ષે પણ રાજસ્થાનની ટીમમાંથી જ રમ્યો હતો. તેને ગયા વર્ષે રાજસ્થાને 11.5 કરોડમાં ખરીદ્યો હતો.


મોહિત, અક્ષર અને બ્રેથવેટને મળ્યા 5-5 કરોડ

મોહિત શર્મા, કાર્લોસ બ્રેથવેટ અને અક્ષર પટેલ પાંચ-પાંચ કરોડમાં વેચાયા. મોહિતને ચેન્નાઈ, બ્રેથવેટને કોલકાતા અને અક્ષર પટેલને દિલ્હીએ ખરીદ્યો.

yuvraj singh indian premier league cricket news