યુવીએ ફિક્સરના દાવાને હસી કાઢ્યો, પણ ભજી ભડકી જ ગયો

12 October, 2011 08:25 PM IST  | 

યુવીએ ફિક્સરના દાવાને હસી કાઢ્યો, પણ ભજી ભડકી જ ગયો

 

લંડનની કોર્ટમાં સ્પૉટ-ફિક્સિંગને લગતા કેસની સુનાવણી દરમ્યાન  માજિદની ‘ન્યુઝ ઑફ ધ વર્લ્ડ’ સાપ્તાહિકના રિપોર્ટર મઝહર મહમૂદ સાથેની વાતચીતનું ઑડિયો-રેકૉર્ડિંગ ચર્ચાસ્પદ બન્યું છે. એ રેકૉર્ડિંગ મુજબ માજિદે  પાકિસ્તાનીઓ સહિત અનેક દેશોના પ્લેયરો સાથેની મૈત્રીના દાવા કર્યા છે.

યુવરાજે ટ્વિટર પર લખ્યું હતું કે ‘આ માજિદ વળી છે કોણ? તેણે જે કંઈ કહ્યું હોવાની વાત ચગી છે એ વાહિયાત છે. હું માજિદ નામની વ્યક્તિને ક્યારેય નથી  મળ્યો.’

હરભજને જણાવ્યું હતું કે ‘હું માજિદ નામના આ માણસને જાણતો જ નથી. હું તેની સામે કોર્ટમાં કદાચ જાઉં પણ ખરો. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડના ધ્યાનમાં આ  વાત લાવીશ જ અને નિદોર્ષ પ્લેયરોને તેમ જ ક્રિકેટને કલંક લગાવતા આવા લોકો સામે કાનૂની પગલાં લેવાની બોર્ડને અપીલ કરીશ.’

પૉન્ટિંગે આક્ષેપ નકાર્યો, બ્રૅકન ઉશ્કેરાયો

મઝહર માજિદે ઑસ્ટ્રેલિયનોને સૌથી મોટા ફિક્સરો તરીકે ઓળખાવીને બ્રેટ લી તેમ જ રિકી પૉન્ટિંગ ઉપરાંત ફાસ્ટ બોલર નૅથન બ્રૅકન સાથે પોતાને ફ્રેન્ડશિપ હોવાનું  સ્ટિંગ-ઑપરેશન દરમ્યાન રિપોર્ટર મહમૂદને કહ્યું હતું. પૉન્ટિંગના મૅનેજરે આક્ષેપ સાફ શબ્દોમાં નકાર્યો હતો, પરંતુ બ્રૅકને માજિદ સામે કાનૂની પગલાં લેવાની  ધમકી આપી હતી.

ઝરદારી-બેનઝીરનો ઉલ્લેખ


ફિક્સર માજિદે રિપોર્ટર મહમૂદને સ્ટિંગ-ઑપરેશન દરમ્યાનની વાતચીતમાં એવું કહ્યું હતું કે ‘તમે જાણો છો! ઝરદારીએ તેમની પત્ની બેનઝીરની હત્યા કરી હતી’