યુવરાજ સિંહે ખોલ્યું રહસ્ય કહ્યું,'યો યો ટેસ્ટ પાસ કરવા છતાંય...'

27 September, 2019 01:08 PM IST  |  મુંબઈ

યુવરાજ સિંહે ખોલ્યું રહસ્ય કહ્યું,'યો યો ટેસ્ટ પાસ કરવા છતાંય...'

યુવરાજસિંહ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કેટલાક મહત્વના રહસ્ય ઉજાગર કર્યા છે. યુવરાજ સિંહે કહ્યું કે જ્યારે યો યો ટેસ્ટની શરૂઆત થઈ તે પહેલા તેમને શ્રીલંકા ટૂર માટે તૈયાર રહેવા કહેવાયું હતું. જે બાદ તેમણે આ ટેસ્ટ પાસ પણ કર્યો, પરંતુ બાદમાં યુવરાજને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા સૂચના અપાઈ. આ સમયે યુવરાજ સાથે યોગ્ય રીતે વાત પણ નહોતી કરવામાં આવી.

યુવરાજસિંહે કહ્યું કે,'ચેમ્પિયન્સ ટ્રોફી 2017 બાદ હું 8-9 મેચમાંથી 2 વાર મેન ઓફ ધી મેચ બન્યો, તેમ છતાંય મને ડ્રોપ કરી દેવાયો. મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું. પછી મને ઈજા થઈ અને મને શ્રીલંકા ટૂરની તૈયાર કરવા કહેવાયું. બાદમાં તરત જ યો યો ટેસ્ટ આવી ગયો. આ મારા સિલેક્શનમાં સૌથી મોટો યુ ટર્ન હતો. અચાનક મારે પાછા આવવું પડ્યું અને 36 વર્ષની ઉંમરે યો યો ટેસ્ટની તૈયારી કરવી પડી.'

યુવરાજ સિંહે આગળ વાત કરતા કહ્યું,'બાદમાં જ્યારે મેં યો યો ટેસ્ટ પાસ કરી લીધો, તો મને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા કહી દેવાયું. સાચું કહું તો એમને લાગતુ હતું કે આ ઉંમરે હું આ ટેસ્ટ પાસ કરવા સક્ષમ નથી.' યુવરાજસિંહે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રોહિત શર્મા વિશે પણ વાત કરી. યુવરાજસિંહે રોહિત શર્માને ટેસ્ટ ક્રિકેટમાં પણ ઓપનિંગ કરાવવા સલાહ આપી છે. સાથે જ તેમણે રોહિત શર્માને ટી 20માં કેપ્ટન બનાવવાની વાત પણ કરી. યુવરાજસિંહે કહ્ુયં કે આઈપીએલમાં રોહિત કેપ્ટન કરીતે સફળ રહ્યા છે. ત્યારે ટીમ મેનેજમેન્ટ અને કોહલીએ નિર્ણય કરવો જોઈએ.

yuvraj singh cricket news sports news